Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી આ લોકની જ વાહવાહમાં પડ્યા રહ્યા, પરલોકની જરાય ચિન્તા ન કરી તો પછી થશે શું ? આ જીવન પરલોકપ્રધાન બનાવવું જ રહ્યું.
परिणामकटवो विषयाः ।। પાંચેય ઈન્દ્રિયોના વિષયો પરિણામે કટુ ફળવાળા છે. આ ઈન્દ્રિયોના વિષયોમાં જો લેપાઈ ગયા તો સાધના શી રીતે થશે?
विप्रयोगान्तानि सत्सङ्गतानि । સંયોગ માત્રની નીચે વિયોગ છૂપાયેલો છે. સંયોગમાં આનંદ માણ્યો તો વિયોગમાં આક્રંદ કરવો જ પડશે. આપણને ઈષ્ટનો વિયોગ દુઃખકર લાગે છે, પણ સંયોગ જ ઈષ્ટ ના માન્યો હોત તો વિયોગ દુઃખરૂપ લાગત ?
પતિમયાતુર-વિજ્ઞાતવાતમઃ | આ આયુષ્યનો પરપોટો ગમે ત્યારે ફૂટી જાય તેમ છે. રોજ કેટ-કેટલાના મરણો સાંભળીએ છીએ ? આપણા મૃત્યુના સમાચાર પણ કોઈક સાંભળશે, એ વિચાર આવે છે ?
પરમતત્ત્વનું ચિન્તન પરમતત્ત્વનું કે પરમાત્માનું ચિત્ત શુદ્ધ ભાવનું કારણ બને છે. અગ્નિમાં નાંખેલું સુવર્ણ પ્રતિક્ષણ અધિક - અધિક શુદ્ધ થતું જાય છે, તેમ પરમાત્માની ભક્તિમાં તેના ગુણ-ચિંતનમાં સાધક અખંડ ધારા રાખે તો તેનો આત્મા પણ વધુ ને વધુ શુદ્ધ થતો જાય છે. પ્રભુભક્તિનું આ યોગબળ સર્વત્ર અને સર્વદા જયવંતું વર્તે છે.
- પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી
ga
*
*
*
*
=
=
*
*
*
*
*
*
* ૨૩૧