Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નક્કી કરી લો : આ જન્મમાં સમ્યગ્દર્શન મેળવવું જ
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ એના માટે કોર્સ બતાવી દો. એકાદ વર્ષમાં મેળવી લઈએ.
- પૂજ્યશ્રી : એ તો મારા હાથમાં ક્યાં છે ? એક યથાપ્રવૃત્તિકરણનો જ કોર્સ એટલો લાંબો છે કે કદાચ અનંતા જન્મો નીકળી જાય. ચરમ યથાપ્રવૃત્તિકરણ આવ્યા પછી જ સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાનું નિર્માણ થાય.
જયાં સુધી હૃદયની ધરતી ખેડીને તૈયાર ન કરીએ ત્યાં સુધી બીજની વાવણી શી રીતે થઈ શકે ?
આજે સવારે જ મેં વાત કરેલી : કોઠીમાં રહેલા બી ન ઊગે તેમ ભગવાન વિના આત્મા પરમાત્મા ન બને.
અનાજની વૃદ્ધિ કરવી હોય તો વાવવું જ પડે એટલું તો ખેડૂત પણ જાણે છે. બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ; તિમ મુજ આતમ સંપદા રે.
- પૂ. દેવચન્દ્રજી આપણી શક્તિ પર જ એટલા મુસ્તાક છીએ કે ક્યારેય ભગવાન કે ગુરુની સમક્ષ ઝુકતા જ નથી. નમે કોણ ?
ભગવાનના ગુણો સર્વત્ર વ્યાપ્ત છે. એ ગુણોનું ધ્યાન કરતાં સમપત્તિ થાય. પોતાના જ્ઞાનાદિને ભગવાનના ગુણોમાં એકમેક બનાવી દેવા તે સમાપત્તિ કહેવાય. પાણી દૂધમાં મળી ગયું પછી પાણી ક્યાં રહ્યું ? એ દૂધ બની ગયું. તે રીતે આત્મા ક્યાં રહ્યો ? એ સ્વયં ભગવાન બની ગયો. તે વખતે ધ્યાતાને અપૂર્વ આનંદ આવે છે. આવો ભાવ આ જન્મમાં મળી શકે છે. પૂરી સંભાવના છે. છતાં એ માટે પ્રયત્ન જ કોણ કરે છે ? માળા-કાઉસ્સગ વગેરે ક્યારે કરવાના ? ઊંઘ આવે ત્યારે. ઘરડો માણસ કુટુંબમાં નકામો ગણાય, તેમ કાઉસ્સગ આદિની પ્રક્રિયાને આપણે સાવ નકામી ગણી.
આ જન્મમાં જો આ નહિ કરીએ તો ક્યારે કરીશું ? ગિરિરાજની ગોદમાં નવા વર્ષે આવો સંકલ્પ નહિ કરીએ તો
x
+
=
*
*
*
*
*
*
k
૨૨૩