Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અમારા પૂ. રત્નાકર વિ. ક્યારેક દોષિત ઊકાળો લેવો પડે તો રડતા. એ ઊકાળો લેવા અમારે એમને મનાવવા પડતા
અત્યારે તો છ-છ મહિના જોગ કરનારા, જોગ પૂરા થતાં જ નવકારશીમાં બેસી જતા જોવા મળે છે.
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ? ત્યારે પદવીનું લક્ષ્ય હતું ને ?
પૂજ્યશ્રી : બાહ્ય પદવી માટે પ્રયત્ન કરો તે કરતાં મોક્ષ-પદવી માટે પ્રયત્ન કરો તો કામ થઈ જાય. પાંચ પદવી છે, તેમાં સાધુ-પદવી મળી જાય તોય કામ થઈ જાય.
૧૭૦ જિન વખતે પૂરા વિશ્વમાં ૯૦ અબજ સાધુ હોય. અત્યારે પણ વિશ્વમાં બે ક્રોડ કેવળી અને બે અબજ મુનિઓ છે. કેવળી પછી તરત જ મુનિઓની સંખ્યાની વાત જગચિંતામણિમાં કરી છે. બોલો આ મુનિ-પદવી કેટલી ઊંચી ગણાય ?
અહીં જેટલા નવા દીક્ષિતો છે, જેઓ શ્લોકો વગેરે કંઠસ્થ કરી શકે તેવા છે, તેઓ સંકલ્પ કરે : “આ વર્ષે આટલા શ્લોક કંઠસ્થ કરવા છે.” વિ.સં. ૨૦૩૯ના અમદાવાદ ચાતુર્માસ વખતે બેસતા વર્ષે આ વાત મેં કરેલી ત્યારે એક સાધ્વીજીએ ૧૧ હજા૨ નવા બ્લોક કંઠસ્થ કરવાની બાધા લીધેલી. ને તે પૂરી પણ કરી. કયા-કયા ગ્રન્થ કંઠસ્થ કર્યા તેનું પુરું લિસ્ટ અમારા પર મોકલેલું.
દિવસમાં દસ મિનિટ પણ સ્વાધ્યાયમાં સંપૂર્ણ એકાકાર બની જવાય તો પણ કામ થઈ જાય. પણ એ માટે ૧૦ કલાકની મહેનત જોઈએ. અણુવિસ્ફોટ એમને એમ નથી થતો. ' હવે દર્શનની શુદ્ધિ માટે કહું. ભક્તો માટે ટાઈમ તમે ઘણો કાઢો છો, ભગવાન માટે કેટલો કાઢો છો ? હું માત્ર બોલતો નથી. એવું કરીને બોલું છું. તમે જાણો છો : ભક્તિ માટે હું કેટલો સમય કાઢું છું.
ભક્તિમાં સમય જાય છે, એમ હું નથી માનતો. હું તો એમ માનું છું ઃ આ જ સમય સફળ બને છે. આ બધું બળ
*
*
*
* *
*
*
* *
* *
૨૨૫