Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કટS
આ. સુદ-૮ ૨-૧૦-૨000, ગુરુવાર
༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤
પ્રભુ પર પ્રેમ નહિ હોય તો તેમનામાં તન્મયતા નહિ આવે.
બપોરે ૪-00 વાગે. પૂ. દેવચન્દ્રજીની ચોવીશી.
૪ હરિભદ્રસૂરિજીએ પ્રીતિભક્તિ આદિ ચાર અનુષ્ઠાનો બતાવ્યા છે, તેને અનુસરીને દેવચન્દ્રજી આદિ મહાત્માઓએ ચોવીશીનું પ્રથમ સ્તવન પ્રીતિ વિષયક જ બનાવ્યું છે.
આપણા સૌ વતી પૂ. દેવચન્દ્રજીનો સવાલ છે : દૂર રહેલા ભગવાન સાથે પ્રીતિ કરવી કેમ ? વાત-ચીત વિના તો પ્રેમ થાય શી રીતે ?
વાત-ચીત ન થાય, કાગળ ન લખાય, કોઈ સંદેશવાહક ન મોકલી શકાય તેમની સાથે પ્રીતિ શી રીતે થાય ?
રાગી સાથે રાગીની પ્રીતિ લૌકિક છે, પણ અરાગી સાથે પ્રીતિ
૧૧૨
*
*
*
*
*
*
*
*
*
*
*
*