Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- આ. વદ-૭ ૧૯-૧૦-૨૦૦૦, ગુરુવાર
શ્વાસ વિતા ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ?
૦ આપણું સામાયિક આજીવન છે. એનો અર્થ એ થયો : જીવનભર સમતા રહેવી જોઈએ. સમતા આપણો શ્વાસ બનવા જોઈએ. શ્વાસ વિના ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? આ જ મુનિ-જીવનનો પ્રાણ છે.
શ્રાવક તો સામાયિક પૂરું કરી લે, પછી કદાચ સમતામાં ન રહે તો હજુએ ચાલે, સાધુ સમતામાં ન રહે તે કેમ ચાલે ? “હું આત્મા છું' એટલું સતત યાદ રહે તો જ સમતા સતત રહી શકે. પણ આશ્ચર્ય છે : બીજું બધું યાદ રાખનારા આપણે આત્માને જ ભૂલી ગયા છીએ. જાનમાં વરરાજા જ ભૂલાઈ ગયો
છે.
જે વર્તન આપણે આપણી જાત સાથે કરીએ છીએ, તેવું જ વર્તન
*
*
* *
*
*
*
*
*
* * *
* ૧૯૧