Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
STD)
સીધું ચાલવું
મતતું
એ જ માર્ગ.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
આ. વદ-૮ ૨૦-૧૦-૨૦૦૦, શુક્રવાર
કાવ્ય-કોશ વગેરેનો પૂ.પં. મુક્તિવિજયજી પાસે (લાકડીઆ) અભ્યાસ કરીને માંડવી (વિ.સં. ૨૦૧૩) ચાતુર્માસમાં પૂ. કનકસૂરિજી પાસે હું ગયો ને કહ્યું : ‘કોઈ સંસ્કૃત ગ્રન્થ વંચાવો.'
પૂજ્યશ્રીએ કહ્યું : હવે જાતે લગાડવા પ્રયત્ન કરો. પારકા ભરોસે ક્યાં સુધી રહેવું છે ?
ગુરુદેવના આશીર્વાદપૂર્વક મેં જાતે વાંચવાનું શરૂ કર્યું. પાંડવચરિત્રના એક કલાકમાં માંડ દશ શ્લોકો વંચાતા, પણ જે શ્લોક વાંચતો તે બરાબર વાંચતો. આથી ધીરે ધીરે વાંચન એવું ખુલી ગયું કે કોઈપણ ગ્રન્થ હાથમાં આવતાં એ બેસી જ જાય. એ ચાતુર્માસમાં ત્યારે હીર સૌભાગ્ય, કુમા૨પાળ ચરિત્ર, પાંડવ
ચરિત્ર વગેરે
–
** ૧૯૫