Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરનારા પરિબળો છે. જેના એ ખતમ થઈ ગયા કે મંદ થઈ ગયા તે તો ગમે તેવા પ્રસંગમાં અભય રહે, ગમે તેવી ઘટનામાં સ્વસ્થ રહે. મૃત્યુથી પણ તેને ભય ન હોય. આનંદઘનજીની જેમ તે બોલી શકે : “અબ હમ અમર ભયે ન મરેંગે.'
જેટલા અંશે ભગવાનની શરણાગતિ આવતી જાય, તેટલા અંશે આપણે રાગાદિ પરિબળોથી મુક્ત થતા જઈએ. - શશિકાન્તભાઈ : શરણાગતિ તો સંપૂર્ણ હોય ને ? આંશિક શરણાગતિ શી રીતે હોઈ શકે ?
પૂજ્યશ્રી : એવું નથી. જીવો પોતાની યોગ્યતા પ્રમાણે શરણાગતિ સ્વીકારતા હોય છે. સંપૂર્ણ શરણાગતિ ઘણી દૂરની ચીજ છે.
જેમ જેમ ભક્ત ભગવાનનું શરણ સ્વીકારતો જાય તેમ તેમ તે ભગવાનની શક્તિનો અનુભવ કરતો જાય, પોતાની અંદર રાગાદિને મંદ થતા જોતો જાય, ચિત્તમાં પ્રસન્નતા વધી રહી છે, તેમ પણ તેને પ્રતીતિ થતી જાય. ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. રાગાદિની મંદતાનો સંબંધ શરણાગતિ સાથે છે.
ભગવાન તત્ત્વદર્શન આપીને શરણું આપે છે. ભગવાનનું તત્ત્વ પામેલો જીવ આથી જ ભયંકર વ્યાધિ વચ્ચે પણ સમાધિમાં મગ્ન હોય, ભગવાન તમારા હૃદયમાં તત્ત્વજ્ઞાનની સ્થાપના કરીને શરણ આપે છે, હાથ પકડીને નહિ.
શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણોથી જ ભગવાનનું તત્ત્વ પામી શકાય છે.
ભગવાનનું તત્ત્વજ્ઞાન તમે બીજાને આપતા રહો. ભક્તનું આ જ કામ હોય છે : ભગવાન પાસેથી લેતો રહે છે ને જિજ્ઞાસુઓને આપતો રહે છે.
બુદ્ધિના આઠ ગુણો એમને એમ નથી મળતા, મહાપુણ્યોદયે મળે છે. બુદ્ધિનો એકેક ગુણ મળતો જાય ને અનંત-અનંત પાપના પરમાણુઓનો વિગમ થતો જાય, એમ આગમપુરુષો કહે છે, એમ પૂ. હરિભદ્રસૂરિજી અહીં કહે છે.
છે. સંસ્કૃત પર ગુજરાતી ટબ્બાઓવાળી કૃતિઓ ઘણી
૨૦૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*
કા