Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવું સમજવું : નહિ તો ઉપવાસની અસર શરીર પર કેમ ન જણાય ?
શમ-સંવેગ એ મુખ્યતાની દૃષ્ટિએ ક્રમ છે. ઉત્પત્તિની દૃષ્ટિએ ઉત્ક્રમ સમજવો. એટલે કે પહેલા આસ્તિકતા પ્રગટે. પછી અનુકંપાદિ પ્રગટી છેલ્લે શમ પ્રગટે.
અભય આદિ પાંચેય ઉત્તરોત્તર ફળરૂપે મળે છે. એટલે કે અભય મળે તેને ચક્ષુ મળે. ચક્ષુ મળે તેને જ માર્ગ મળે. માર્ગ મળે તેને જ શરણ મળે. શરણ મળે તેને જ બોધિ મળે. અભય ન મળે તેને ચક્ષુ ન જ મળે. ચક્ષુ ન મળે તેને માર્ગ ન મળે. એમ ઉત્તરોત્તર સમજવું. અભય જ ચક્ષુનું, ચક્ષુ જ માર્ગનું, માર્ગ જ શરણનું, શરણ જ બોધિનું કારણ બને છે.
આત્મ-શક્તિ
એક સમર્થ મહાપુરૂષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે, તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરૂષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-સ્ફુરણા વડે પરમતત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળ સિંચન કે ખાતર નહિ આપેલા અનંકુરિત બીજ જેવી થઈ જાય છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
૨૧૧