Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુણદષ્ટિ ?
ગોપેન્ટે કહ્યું છે : જયાં સુધી પ્રકૃતિનો અધિકાર અટકે નહિ ત્યાં સુધી ધૃતિ, શ્રદ્ધા, પ્રશમભાવ, તત્ત્વ – જિજ્ઞાસા, વિજ્ઞપ્તિ (બોધિ) વગેરે ગુણો પ્રગટે નહિ. કદાચ પ્રગટેલા દેખાય તો એ માત્ર આભાસ સમજવો. અસલી નહિ, નકલી ગુણો સમજવા.
અભયથી ધૃતિ, ચક્ષુથી શ્રદ્ધા, માર્ગથી પ્રશમભાવ, શરણથી તત્ત્વ - જિજ્ઞાસા અને વિજ્ઞપ્તિથી બોધિ લેવાના છે. માત્ર શબ્દમાં ફરક છે.
અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિના દાનથી જ આને ઉપયોગસંપદા કહેવાઈ છે.
કોઈપણ વસ્તુ બીજાને કામમાં આવતી હોય તો જ એનું મૂલ્ય છે. ઉપયોગમાં ન આવે તેનું કોઈ જ મૂલ્ય નથી. બીજાને ઉપયોગી બનશો તો જ તમારી પાસે જે ગુણ-શક્તિ વગેરે હશે તે વધશે.
ગુરુ-શિષ્યને જ્ઞાન આપે છે તો ગુરુનું જ્ઞાન ઘટશે કે વધશે ?
પદાર્થમાં રસ છે, પણ જ્યાં સુધી જીભ સાથે તેનો સંસ્પર્શ ન થાય ત્યાં સુધી રસ અનુભવાતો નથી. ભગવાન કરુણાસાગર છે, અનંત ગુણોના ભંડાર છે, પણ હૃદયથી જ્યાં સુધી ભગવત્તાનો સંસ્પર્શ થતો નથી ત્યાં સુધી એ ભગવત્તા અનુભવાતી નથી.
ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી, ૧ લાખ પ૯ હજા૨ શ્રાવક, ૩ લાખ ૧૮ હજાર શ્રાવિકાઓએ ભગવાનની ભગવત્તાનો અનુભવ કર્યો હતો.
ભગવત્તાની અનુભૂતિ વિના આપણે સાચા અર્થમાં સંઘના સભ્ય બની શકીએ નહિ.
૨૧૪
*
*
*
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
=