Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવાનને ઓળખનારી આંખ પાસે નહિ હોય તો કશું વળવાનું નથી.
માટે જ વીરવિજયજી કહે છે :
યોગાવંચક પ્રાણીઆ, ફળ લેતાં રીઝે; પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે.
ભગવાનની દેશના સાંભળતાં યોગાવંચક આત્માને જ આનંદ આવે. ભવાભિનંદી તો મગશેલીઓ પત્થર છે. પુષ્કરાવર્ત જેવી દેશના પણ તેને ભીંજવી ન શકે !
બહુમાન વિના તમે ભગવાનની પણ દેશના સાંભળો તો પણ વ્યર્થ છે. જે કૃતિનું પણ તમારે રહસ્ય સમજવું હોય તો તેના કર્તા પ્રત્યે બહુમાન હોવું જ જોઈએ. પૂ. દેવચન્દ્રજી વગેરે પર બહુમાન ન હોય તો તેમની કૃતિઓનું હાર્દ નહિ જ
સમજાય.
ગુણ-બહુમાન મુક્તિનું દ્વાર છે. ગુણાનુરાગ કુલકમાં ત્યાં સુધી લખ્યું છે : ગુણ-બહુમાનીને તીર્થંકર સુધીની પદવીઓ પણ દુર્લભ નથી.
અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી. ભગવાનની સૌથી મોટી કૃપા આપણા અહંકારને દૂર કરે, એ છે. ઈન્દ્રભૂતિનો અહંકાર હટ્યો પછી જ તેઓ ભગવાનની ભગવત્તા જોઈ શક્યા.
અહંકાર હટ્યા પછી જ ધર્મ-શ્રવણની યોગ્યતા પ્રગટે છે.
અહંકારનું આવરણ જેમ જેમ દૂર થતું જાય તેમ તેમ તમને સામી વ્યક્તિના ગુણો દેખાતા જાય. જેમ જેમ ગુણો દેખાય તેમ તેમ તેના પ્રત્યે બહુમાન પ્રગટતું જાય, તે તે ગુણો તમારી અંદર પ્રગટતા જાય.
દોષ તરત જ આવી જાય છે, ગુણો જલ્દી આવતા નથી, એનું એક જ કારણ છે : હૃદયમાં દોષો તરફ પક્ષપાત છે, બહુમાન છે, ગુણો ત૨ફ નથી.
વ્યાકરણ, કાવ્ય, કોશ વગેરે શા માટે ભણવાના છે? વ્યાકરણ વ્યાકરણ માટે નથી ભણવાનું, કાવ્ય કાવ્ય માટે નથી ભણવાનું, પણ આગમમાં પ્રવેશ કરવા માટે આ બધું
* * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૧૬ ***