Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જે દોષ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત ન થાય તે દોષ સાનુબંધ બને. જે ગુણ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત થાય તે ગુણ સાનુબંધ ન બને.
ક્લિષ્ટ કર્મ ન બંધાય, તે સાનુબંધ ન થઈ જાય તેની આપણે સતત કાળજી રાખવાની છે.
હરિભદ્રસૂરિજી અહીં લખે છે : અન્ય (અજૈન) યોગાચાર્યો પણ માર્ગની (પ્રશમભાવની) આ વાત અન્ય શબ્દોમાં સ્વીકારે છે. એમના શબ્દો આ રહ્યા ઃ ‘પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ અને ઋતંભરા.’
આ કર્મયોગના (પ્રણિધાન યોગના નહિ) ભેદો છે. પંજિકાકાર મુનિચન્દ્રસૂરિજીએ હરિભદ્રસૂરિજીના ભાવોને બહુ જ સુંદર રીતે ખોલ્યા છે. જાતે અનુભવ કર્યા વિના આવા ભાવો ખોલી શકાય નહિ.
ષોડશકમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ આ પાંચ આશય બતાવેલા છે, તે આ સંદર્ભમાં યાદ ક૨વા જેવા છે.
સમ્યગ્ દર્શન પહેલા ત્રણ કરણો છે ઃ યથાપ્રવૃત્તિ કરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વક૨ણ. અનિવૃત્તિકરણ વખતે જગતના તમામ જીવોને આનંદ એક સરખો હોય, એવું મને યાદ છે. કાંઈ ભૂલ થતી નથી ને ?
પૂ. ભાગ્યેશવિજયજી : આપને તો ભગવાન ભૂલ
કરાવે જ નહિ.
પૂજ્યશ્રી : વૃદ્ધાવસ્થા છે. સ્મૃતિમાં ગરબડ થાય પણ ખરી. ભૂલ હોય તો જણાવજો.
પ્રવૃત્તિમાં અપૂર્વકરણાદિ, પરાક્રમમાં પ્રવૃત્તિ પછીનું કાર્ય, વીર્યોલ્લાસ દ્વારા અપૂર્વકરણથી આગળની ભૂમિકા, જયમાં વિઘ્નજય, આનંદમાં સમ્યગ્ દર્શનની પ્રાપ્તિનો આનંદ, ઋતંભરામાં સમ્યગ્ દર્શન પૂર્વક ભગવાનની પૂજા વગેરેનો સમાવેશ કરી શકાય.
લવર
૨૦૦
-
કહે, કલાપૂર્ણસૂરિ-૪