Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવાન કાંઈ હાથથી પકડીને તમને શરણ ન આપે, પણ તમારા હૃદયમાં તત્ત્વચિન્તન આપે. તત્ત્વ - ચિન્તન જેને મળી ગયું, તે કદી રાગ-દ્વેષથી દુઃખી નહિ બનવાનો.
ફલોદીના ફુલચંદજી ઝાબક આવા તત્ત્વચિન્તક શ્રાવક હતા. ચૌદસ જેવા દિવસે રાત્રે પૌષધ કરે ત્યારે રાતના એકબે પણ વાગી જાય. આવા તત્ત્વચિન્તકને કદી રાગ-દ્વેષ ન થાય, વ્યાધિમાં અસમાધિ ન થાય. અંતિમ સમયે તેમને ભયંકર પીડા થયેલી, પણ ક્યાંય ઊંહકારો નહિ કે ચહેરા પર વેદનાની કોઈ અસર નહિ. પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. ને અંતિમ સમયે ભયંકર પીડા હતી, પણ તત્ત્વચિંતક હતાને ? માટે જ વ્યાધિમાં સમાધિ રાખી શક્યા. માંદગીમાં તેમણે પિંડવાડાથી આધોઈ ચાતુર્માસમાં (વિ.સં. ૨૦૩૩) પત્ર લખેલો. તે પત્રમાં તેમણે લખેલું : પીડા પારાવાર છે, પણ મન “રૂપોનો નક્ષUT૧' ના ચિંતનમાં રહે છે.
અનુપ્રેક્ષા (સ્વાધ્યાયનો ૪થો પ્રકાર) દ્વારા ચિંતન – શક્તિ પ્રગટે છે. દરેક પદાર્થોની અનુપ્રેક્ષા કરો તો જ એ ભાવિત બને. સ્વાધ્યાયના છેલ્લા બે પ્રકારો (અનુપ્રેક્ષા અને ધર્મકથા) ઉપયોગ વિના કદી થઈ શકે નહિ. વાચના આદિ ત્રણમાં ઉપયોગ ન હોય એ હજુ બની શકે, પણ ઉપયોગ વિના અનુપ્રેક્ષા કે ધર્મકથા ન જ થઈ શકે.
ભગવાન આવા તત્ત્વચિંતનનું દાન કરીને રાગ-દ્વેષમય સંસારમાં તમને શરણ આપે છે.
તત્ત્વદષ્ટા કદી રાગના પ્રસંગમાં રાગી કે દ્વેષના પ્રસંગમાં હેપી ન બને. ગમે તેવી ઘટનામાં તે આત્મસ્વભાવથી ચલિત ન જ થાય.
આ તત્ત્વચિંતન માટે અહીં “વિવિદિષા' શબ્દ પ્રયોજાયો
મને અનેકવાર અનુભવ છે : કોઈ શાસ્ત્ર-પંક્તિ ન બેસતી હોય તો હું સ્થાપનાચાર્યને ભાવપૂર્વક વંદન કરીને બેસું. ચિત્ત સ્વસ્થ બને. ને ઉપરથી કરુણા વરસતી હોય તેમ લાગે. અઘરી લાગતી પંક્તિ તરત જ બેસી જાય.
૨૦૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪