Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
D
ભગવાત તત્ત્વ - ચિંતન આપીને શરણ આપે છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
આ. વદ-૧૦
૨૨-૧૦-૨૦૦૮, રવિવાર
(૧૮) સરળવ્યાનું । ભયથી વ્યાકુળ બનેલાને ભગવાન આશ્વાસન આપે છે. જીવો ભયભીત છે તેનું કારણ અંદર પડેલા રાગ-દ્વેષના સંસ્કારો છે. ભગવાન જ આ રાગ-દ્વેષનું શમન કરી શકે.
ભયથી આર્ત્ત (પીડિત) જીવોનું ત્રાણ કરવું તે શરણ છે. શરણ એટલે આશ્વાસન !
‘ચિન્તા ન કર. તારો રોગ મટી જશે.' ડૉકટરના આટલા વાક્ય માત્રથી દર્દીને આશ્વાસન મળે તેમ ભગવાન આપણા ભાવ રોગ માટે આશ્વાસન આપે છે. આપણે બધા દર્દી જ છીએને ?
આ
સંસારમાં નરકાદિરૂપ દુઃખની પરંપરા છે, રાગ-દ્વેષાદિરૂપ સંકલેશ છે. ભગવાન આ બધામાંથી મુક્ત બનાવે છે.
* ૨૦૧