Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૌતમસ્વામીના હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર બહુમાન હતું. જેમના હૃદયમાં ભગવાન પ્રત્યે બહુમાન છે, તેમને ભગવાનનો કદી વિરહ પડતો જ નથી. ‘દૂરસ્થgિ Hપથ્થો, વો ચહ્ય દુદ્દે સ્થિતઃ '
જે જેના હૃદયમાં હોય તે તેને દૂર હોવા છતાં નજીક જ છે. નજીક હોવા છતાં ભગવાન દૂર છે, જો બહુમાન ન હોય.
આવા ગણધર ભગવંતોએ ભગવાનને નિકટતાથી જોયા છે, અનુભવ્યા છે. ને એમણે જે સૂત્રો બનાવ્યા છે, તે દ્વારા ભગવાનનો મહિમા આપણને જાણવા મળે છે.
ભગવાન પ્રત્યે જ્યાં બહુમાન આપણા હૃદયમાં જાગ્યું તે જ વખતે તમારામાં ભગવાનની શક્તિ સક્રિય થઈ સમજી લો.
(૧૭) મહત્યા !
ચિત્તમાં પ્રશમભાવ ઉત્પન્ન થયેલો હોય તો સમજવું : આપણે માર્ગ પર છીએ.
આ ચારિત્ર દ્વારા પ્રશમ-ભાવ ન મળ્યો તો શું મળ્યું ? ભોજન ભૂખ ભાંગવા માટે છે. ભોજનથી ભૂખ જ ન ભાંગે તો ભોજનનો શો મતલબ ?
રોટલી-શાક-દાળ-ભાતના નામ લેવા માત્રથી પેટ ભરાઈ જતું નથી. સંથારાપોરસી, વગેરે માત્ર બોલી જવા માટે નથી. મારા બોલવાથી નહિ, તેને ભાવિત કરવાથી હૃદયમાં પ્રશમભાવ ઉત્પન્ન થાય છે.
સાનુબંધ ક્ષયોપશમથી મળેલો પ્રશમભાવ જ ટકી શકે, નહિ તો જતો પણ રહે. સાનુબંધમાં ચેતના નિરંતર ઉધ્વરોહણના માર્ગે હોય છે. નિરનુબંધમાં ચેતના અટકી જાય છે. અટકી જાય ત્યારે ઉધ્વરોહણ પામતી ચેતના નીચે જાય. આ નિયમ છે. પાક્કો વાણિયો લાખ રૂપિયા કમાય, પછી એને ઓછા ન કરે, એમાં વધારો જ કરતો રહે. વાણિયાની આ કળા આ અર્થમાં આપણે શીખવા જેવી છે.
કમઠનો મરુભૂતિ પ્રત્યે ગુસ્સો સાનુબંધ હતો. આથી જ ૧૦ ભવ સુધી ચાલ્યો. દોષોનો અનુબંધ તો દરેક ભવનો છે. હવે આપણે ગુણોનો અનુબંધ પાડવાનો છે.
*
*
*
*
*
* *
* * * * * *
૧૯૯