Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાંચ્યા. એ જ ધંધો હતો ત્યારે. બીજો ધંધો શો હોય સાધુને ?
આ બધામાં ભગવાનની જ કૃપા કામ કરે છે, એમ મને સતત લાગતું. આથી જ ભક્તિ પર હું વધુ ને વધુ ઝોક આપતો ગયો. આજે પણ આપું છું. પૂ.પં. મુક્તિવિજયજી મ. કહેતા : હું આ પ્રાકૃત વ્યાકરણ અને કોશને સાથે લઈ જવા માંગું છું. હું કહીશ : જિન-ભક્તિને હું ભવાંતરમાં પણ સાથે લઈ જવા માંગું છું. માટે જ હું ભકિત છોડતો નથી, ભવિષ્યમાં પણ નહિ છોડું.
બીજું સાથે શું આવવાનું ? ભક્તો, ચેલાઓ, પુસ્તકો કે ઉપાશ્રય વગેરે સાથે નહિ આવે, આ ભક્તિના સંસ્કારો જ સાથે આવશે, ગૃહસ્થોને ધન, પરિવાર, મકાન આદિની અનિત્યતા સમજાવનારા આપણે એટલું પણ નહિ સમજી શકીએ?
(૧૭) કવિયાdi | ભગવાન માર્ગને આપનારા છે.
ચિત્તની અવક્ર ગતિ તે માર્ગ છે. માર્ગ મળ્યા પછી મન હંમેશા સીધું જ ચાલે. કર્મનો ક્ષયોપશમ વધતો જાય તેમ-તેમ આગળ-આગળના પદાર્થો મળતા જાય, અભય કરતાં ચક્ષુપ્રાપ્તિમાં, ચક્ષુ કરતાં માર્ગ, માર્ગ કરતાં શરણ આદિની ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષયોપશમ દ્વારા પ્રાપ્તિ થતી હોય છે.
દેવ-ગુરુ પ૨ની અત્યારની આપણી શ્રદ્ધા ઉપરછલ્લી છે. માંગી લાવેલા ઘરેણા જેવી છે. એ જતાં વાર કેટલી ? કાંઈક બીજું સાંભળતાં તરત જ ચાલી પણ જાય, પણ જ્ઞાન જેમ જેમ ઊંડું થતું જાય તેમ તેમ શ્રદ્ધા પોતાની બને. સ્વયંભૂ શ્રદ્ધા જાય નહિ.
* સાપ ગમે તેટલું વાંકું ચાલે, પણ દરમાં પેસે ત્યારે સીધો જ હોય તેમ વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિના હેતુ સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષમાં મન સીધું ચાલવા લાગે છે. મનનું સીધું ચાલવું એ જ માર્ગ છે.
દૂર-દૂરની આશા આપણે રાખીએ છીએ, પણ નજીકમાં જે તાત્કાલિક થઈ શકે તેમ છે, તે માટે પ્રયત્ન કરતા નથી. મોક્ષમાં જવું છે, પણ સમ્યક્ત્વાદિમાં પ્રયત્ન કરવો
૧૯૬
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪