Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉપવાસ વગેરે સારી સંખ્યામાં થયા.
અમારા મુનિશ્રી અમિતયશવિજયજીએ આસો મહિનાની આવી ગરમીમાં માસક્ષમણ પૂર્ણ કર્યું. પહેલા જોગ હોવાના કારણે કરી નહિ શકેલા.
દેવ અને ગુરુની કૃપાના બળે જ આવી શક્તિ પ્રગટે છે. દઢ સંકલ્પથી આ માસક્ષમણ થયું એ ખરું, પણ દઢ સંકલ્પની પાછળ પણ ભગવાનની શક્તિ કામ કરી રહી છે, એમ માનજો.
આવા ભગવાનનો સંયોગ વારંવાર થજો, એમ ભવ્યાત્મા નિરંતર પ્રાર્થના કરતો રહે છે.
હું જો ભગવાન અને ભગવાનની આજ્ઞાને ન સ્વીકારું તો મારું જીવન એળે જાય, એમ લાગવું જોઈએ.
ભગવાન પર બહુમાન વધો, એ ભગવાન પ્રત્યેની પ્રાર્થના કોઈક જન્મમાં સફળ થાઓ, એવું નિરંતર ભાવતા રહેવું જોઈએ.
ભગવાન અનેક સ્વરૂપે, અનેક નામે છે.
નામાદિ ચારરૂપે ભગવાન સર્વત્ર, સર્વદા અને સર્વમાં છે. આવા ભગવાન મળ્યા પછી યત્કિંચિત્ આરાધના થાય તે જીવનનો સાર છે.
આ સાથે ધર્મચક્રના તપસ્વીઓ (૮૨ દિવસના આ તપમાં ૪૩ ઉપવાસ આવે)નો છેલ્લો અટ્ટમ છે.
આવા તપસ્વીઓથી શાસન જયવંતુ વર્તે છે. તપ, જપ, ધ્યાન દ્વારા ભગવાનની શક્તિ આપણામાં કામ કરે છે.
દ્રવ્યનું સંક્રમણ ન થાય, પણ ભાવનું થાય. એક તપસ્વીને જોઈને બીજાને તપ કરવાનો ભાવ થાયને ? આ ભાવનું સંક્રમણ થયું.
આવા તપસ્વીઓને શત-શત ધન્યવાદ આપીએ, અનુમોદના કરીએ. ભગવાન મહાવીરે સ્વયં ૧૪ હજારમાં ધન્ના અણગારની પ્રશંસા કરેલી. શ્રી જગવલ્લભસૂરિજી સ્વયં પણ તપસ્વી છે. ધર્મચક્ર-તપના આરાધક છે. સ્વયં જીવનમાં ઉતારીને અન્યો પાસેથી તપ કરાવી રહ્યા છે.
૧૫૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪