Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આમાં મને કંટાળો કે થાક નથી લાગતો. આ તો મારા જીવનનો પરમ આનંદ છે.
૦ આત્માના અસંખ્ય પ્રદેશ હોવા છતાં તેઓ એકી સાથે એક જ કામ કરી શકે. એક જ સમયે થોડાક પ્રદેશો અમુક કામ કરે, બીજા પ્રદેશો બીજું કામ કરે, એવું કદી બની શકે નહિ.
એટલે જ આપણે જ્યારે મન ભગવાનમાં જોડીએ છીએ ત્યારે આપણી સમગ્ર ચેતના (અસંખ્ય પ્રદેશો સહિત) ભગવન્મયી બની જાય છે.
નાનપણ માં મને પણ આ પંક્તિઓ (પૂ. દેવચન્દ્રજીની) સમજાતી ન્હોતી, જેટલી આજે સમજાય છે, પણ છતાં હું પ્રેમથી ગાતો. અનુભૂતિપૂર્ણ કૃતિઓની આ જ ખૂબી છે. તમે કાંઈ ન સમજો, છતાં બોલો તો તમારા હૃદયને ઝકઝોરે, તમારા અસ્તિત્વના ઊંડાણમાં ઊતરે.
બચવું કેમ ? મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ? રોગ મુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ? ધન પ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધન પ્રાપ્તિ થાય?
સંતાન તૃપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ?
એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શ માટે જીવ જોષ જોવડાવે છે ? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કરે છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* * * *
* * * * * * * ૧૬૧