Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લોકોત્તર સિદ્ધિ : રાગદ્વેષમાં મધ્યસ્થરૂપ પરમ આનંદરૂપ
ભાવથી સિદ્ધિ : મોક્ષ.
અથવા સિદ્ધોના ૬૨ ગુણોનું ચિંતન કરવું તે ભાવથી
સિદ્ધિ.
સિદ્ધિ.
(૨૪) પરમ સિદ્ધિ :
પરમાત્મા (સિદ્ધ) ના ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરવો તે.
૧૦૦
કાળનો બોમ્બ પડશે ત્યારે શું ?
ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા એટલે લોકોએ ભોયરા (બંકર) બનાવ્યા. પણ આ કાળનો બોમ્બ પડે ત્યારે કોનું શરણ લેશો ? ભૌતિક વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. બોમ્બ પડેલો હોય તે ધરતી ઘણા શ્રમથી કોઈ પલ્લવિત કરે. ઈજા પામેલા માનવોને સારવાર આપે, પણ મૃત્યુ પાસે તે શું કરી શકે ?
ધર્મ જ માનવને સ્વાધીનતા અને સુખ આપશે.
* કહે, કલાપૂર્ણસૂરિ-૪