Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાવના હતી તેટલી ભાવના આપણને આત્મા માટે પણ નથી. આપણને આપણી ચિંતા છે, તેથી ભગવાનને વધારે છે, એવો વિચાર કદી આવે છે ? જુગારની લતે ચડી ગયેલા પુત્રને જોઈને પિતાને દુઃખ થાય તે કરતાં કઈ ગણું દુઃખ ભગવાનને છે, તેવો કદી વિચાર આવે છે ?
(૮) તીર્થક પિતૃવલય : પિતા-પુત્ર (૨૪ તીર્થંકર) પરસ્પર પ્રેમપૂર્વક અવલોકન કરી રહ્યા છે, તેમ જોવું.
(૯) તીર્થક્ર નામાક્ષર વલય : ત્રણેય ચોવીશીના નામોના અક્ષરોનું વલય.
(૧૦) વિધાદેવી વલય : ૧૬ રોહિણી આદિ વિદ્યાદેવીઓ.
(૧૧) ૨૮ નક્ષત્રો. (૧૨) ૮૮ ગ્રહો. (૧૩) ૫૬ દિક્યારી (૧૪) ૬૪ ઈન્દ્રો. (૧૫) ૨૪ યક્ષિણીઓ. (૧૬) ૨૪ યક્ષો.
(૧૭) સ્થાપના - ચેત્યવલય : શાશ્વત - અશાશ્વત બધા જ ચેત્યો.
નામની જેમ મૂર્તિનો પણ મહિમા છે જ. એમાં આબેહૂબ ભગવાનનું સ્વરૂપ દેખાય.
પૂ. ધુરંધરવિજયજી મ. : પહેલા દેવ-દેવી વગેરેના વલયો... ત્યારપછી “ચૈત્યવલય.” આનું કારણ શું ?
પૂજ્યશ્રી : આ દેવ-દેવી પણ સમ્યગ્દષ્ટિ છે, જીવંત છે. ભક્તોનો નંબર પહેલા હોય. ભક્તો નહિ હોય તો ચેત્યોમાં કોણ જશે ?
ભક્તો વિના ચેત્ય જામે નહિ. ચૈત્યો વિના ભક્તો જામે નહિ. બન્ને પરસ્પર સાપેક્ષ છે.
- નવસ્મરણમાં આ બધું છે જ. જગચિંતામણિમાં પણ ઘણું બધું સંક્ષેપમાં છે. દેવવંદનની ક્રિયામાં પણ કેટલું બધું છે? દૈનિક ક્રિયા પણ ધ્યાન માટે કેટલી ઉપયોગી છે ? એ ૧૬૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪