Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. વદ-૧ ૧૪-૧૦-૨૦૦૦, શનિવાર
બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવન :
જે સાધક પ્રભુના શબ્દનયથી દર્શન કરે છે (અર્થાત્ પ્રભુમાં રહેલી અનંત ગુણ સંપત્તિ મેળવવાની ઈચ્છાથી દર્શન કરે છે.) તેની સંગ્રહનયની દૃષ્ટિએ આત્મામાં પડેલી શુદ્ધ સત્તા એવંભૂત નયથી પૂર્ણ શુદ્ધતાને પામે છે. એટલે કે સંગ્રહનય એવંભૂત નયમાં પરિણમે
પ્રભુ - સમર્પણ જ સૌથી કઠણ છે.
છે.
૦ આરીસા વિના શરીરનું સ્વરૂપ ન જણાય.
ભગવાન વિના આત્માનું સ્વરૂપ ન જણાય.
મૂર્તિની જેમ આગમ પણ બોલતા ભગવાન છે માટે આગમને પણ આરીસાની ઉપમા આપી છે.
અંદર સમ્યમ્ - દર્શન થયું
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫