Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- ભગવાન ભવ્ય જીવો માટે સૂર્યની જેમ પ્રકાશે, અન્યને દીપકની જેમ પ્રકાશે. આમાં પક્ષપાત નથી કરતા, પણ ગ્રહણ કરનારા પોતાની યોગ્યતા મુજબ જ ગ્રહણ કરી શકે તે બતાવવું છે. તળાવ પૂરું ભરેલું હોવા છતાં તમે તમારા મટકાથી વધારે ગ્રહણ કરી શકો નહિ.
‘૩Mન્ને વા વિઠ્ઠ વા યુવે વા' આ ત્રિપદીમાં સમસ્ત દ્વાદશાંગી છુપાયેલી છે. દ્રવ્ય અને પર્યાયમાં આખું જગત આવી ગયું. દ્રવ્યમાં ધ્રૌવ્ય અને પર્યાયમાં ઉત્પાદ-વ્યય આવી ગયા. આ ત્રિપદી ધ્યાનની માતા છે. ગણધર ભગવંતો એ પરથી દ્વાદશાંગી રચે છે.
આપણને સમજાવવા ગુરુને કેટલી મહેનત પડે છે ? ગણધરો કેટલા ઉચ્ચકોટિના શિષ્યત્વને પામેલા હશે કે માત્ર ત્રણ પ્રદક્ષિણામાં જ કામ પતી ગયું. ગુરુને વધારે તકલીફ નથી આપી. ત્રણ પ્રદક્ષિણા મંગલરૂપ છે. માટે જ વિહાર કરતાં કે પ્રવેશ કરતાં ત્રણ પ્રદક્ષિણા આપવાનું વિધાન છે.
ભગવાનની જેમ ગુરુને પણ (સ્થાપનાચાર્યને) પણ આપણે પ્રદક્ષિણા આપીએ છીએ.
- ચૌદ પૂર્વધરો પણ બધા જ સરખા નથી હોતા. તેમનામાં પણ પરસ્પર દર્શન (બોધ) ભેદ (છ સ્થાનવાળો) હોય છે. દ્રષ્ટામાં ભેદ પડતાં દર્શનમાં ભેદ પડે.
આ રીતે ગણધરોને ભગવાન સૂર્યની જેમ પ્રકાશ આપે. ભગવાનની આ પરાર્થ સંપદા છે.
(૨૧) અમયથાઈi | • અભય આપનાર એક માત્ર ભગવાન જ છે.
અહીં મળતા પાઠો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આપણી સાધના માટે ખૂબ જ ઉપયોગી છે.
ભગવાન બોધિ આપે તે પહેલા અભય, ચક્ષુ, માર્ગ અને શરણ આ ચાર આપે છે. બોધિ કાંઈ એટલું સસ્તું નથી. બોધિ મેળવતાં પહેલા આ ચાર મેળવવા પડે. દીક્ષા (આજે મળતી) હજુ સસ્તી છે, બોધિ સસ્તી નથી.
ભગવાનના બહુમાનથી જ અભય આદિ મળતા હોવાથી
૧૮૨
*
*
*
*
*
*
*
*
*
*
*