Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
T
આ. વદ-૫ ૧૭-૧૦-૨૦00, મંગળવાર
ભગવાન વિતા કદી ચિત્તતી ચંચળતા ન મટે.
- રાગ-દ્વેષને જીતનાર જિન કહેવાય. જીતવા પ્રયત્ન કરનાર જૈન કહેવાય. સમતા વિના રાગ-દ્વેષ જીતી શકાતા નથી. આપણને સામાયિક (સર્વ વિરતિ) મળ્યું છે. તેનાથી રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? યાદ રહે : દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગ-દ્વેષ જીતી પણ શકાય, અને વધારી પણ શકાય. “હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું' એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શા કામનું ?
મોક્ષમાર્ગની પ્રાપ્તિ ભગવાનના બહુમાન વિના થતી નથી. બોધિ પહેલાની અભય આદિ ચાર ચીજો ભગવાનના બહુમાન વિના મળતી નથી. આ પાંચેય (બોધિ સહિત) ભગવાન વિના બીજે ક્યાંયથી મળવાની નથી. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * કહે.
૧૮૪
*
*
*
*
*