Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- કરણ એટલે નિર્વિકલ્પ સમાધિ. તે માટે ધ્યાન જોઈએ. તે માટે ચિત્તની નિર્મળતા જોઈએ, સ્થિરતા જોઈએ. આપણું મન સતત ચંચળ છે અને મલિન છે. સાત ભય આપણી પાછળ પડ્યા છે. આથી મન ચંચળ છે. ભય એટલે જ ચિત્તની ચંચળતા. ભગવાન વિના ચિત્તની ચંચળતા કદી ના મટે. ભગવાન નિર્ભય બનાવનારા છે. માટે જ તેઓ અભયદાતા કહેવાયા છે.
. સંસારથી નિર્વેદ પણ ભગવાનના બહુમાનથી જ પેદા થાય છે. ભગવાન અને ભગવાનના ગુણો તરફનો પક્ષપાત એટલે જ સંસાર તરફની નફરત. જન્મ-મરણરૂપ સંસાર મુખ્ય નથી, વિષય-કષાય જ મુખ્ય સંસાર છે. તે તરફ નફરત જાગવી એ જ ભવ-નિર્વેદ છે. જ્ઞાનાદિ ગુણો તરફ પ્રેમ જાગવો તે જ ભગવાન પરનું બહુમાન છે.
આ શરીર અપાયયુક્ત છે. સંપત્તિ વિપત્તિનું સ્થાન છે. સંયોગો નશ્વર છે. બધું જ વિનશ્વર છે. આવી વિચારણા દ્વારા આખરે વિષય-કષાય પર નફરત પેદા કરવાની છે.
આ શરીર તો મકાન છે. મકાનની મરામત કરો ત્યાં સુધી હજુ વાંધો નહિ, પણ મકાનની મરામતમાં તેના માલિક (આત્મા) ને સાવ જ ભૂલી જાવ તે કેમ ચાલે ?
છે આ લોક, પરલોક, ચોરી, અકસ્માત, આજીવિકા, મૃત્યુ, અપયશ આ મુખ્ય સાત ભય છે.
આજે તો માણસ આવા અનેક ભયોથી ઘેરાયેલો છે. સરકાર, ગુંડા, ચોર, ગ્રાહક, ભાગીદાર વગેરેનો કેટલો ભય
અકસ્માતનો ભય પણ આજે ઓછો નથી. વાહનોના અકસ્માતો કેટલા થાય છે ? આખું ભાવનગર હમણા ભૂકંપના ભયથી કેવું થરથરતું હતું ?
આ સાત તો મુખ્ય ભય છે. બાકી એના ૭૦૦ પ્રકારો પણ થઈ શકે.
ગણિ મુક્તિયદ્રવિજયજી : મુખ્ય ભય કયો ? પૂજ્યશ્રી ઃ તમને જે સતાવે તે તમારા માટે મોટો ભય.
કહ.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
- 2
*
*
*
*
*
*
* * *
* ૧૮૫