Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એ આપનાર ભગવાન જ કહેવાય. કેટલાય લોકો એવા હોય છે: “ગુરુદેવ ! આપનું નામ લઉં છું ને મારું કામ થઈ જાય છે. આ બધું આપનું જ છે.' આવા લોકો બહુમાન દ્વારા મેળવી લેતા હોય છે. મેળવી લીધા પછી જેમના બહુમાનથી મળ્યું તેને જ તેઓ દાતા માને છે.
આપણો મોક્ષ બીજો કોઈ નથી અટકાવતો, ભગવાન અને ગુરુ પ્રત્યેનો આપણો અબહુમાન - ભાવ જ અટકાવે છે.
| વાંચીને આ ગ્રન્થ માત્ર પૂરો કરવાનો નથી, પણ જીવનમાં ઉતારવાનો છે. એ દષ્ટિએ જ વાંચજો અને સાંભળજો.
ભવ-નિર્વેદ (વિષય-વૈરાગ્ય) ભગવાનના બહુમાનથી જ પ્રગટે. ભગવાન પર બહુમાન-ભાવ પ્રગટ્યો ત્યારે જ કહેવાય જયારે વિષયો વિષ જેવા લાગે, વિષયો નીરસ લાગે, સ્વાદહીન લાગે, ભગવાન જ એક માત્ર રસાધિરાજ લાગે.
મોહનીય આદિના ક્ષયોપશમ વિના ભગવાન પર બહુમાન ભાવ પ્રગટે નહિ.
શમ-સંવેગ વગેરે સમ્યમ્ - દર્શનના લક્ષણો છે, પણ સંઘ પર વાત્સલ્ય, ગુણી પર બહુમાન વગેરે કાર્યો છે. સમ્યગૂ - દૃષ્ટિ જ્યાં ગુણ જુએ ત્યાં જ ઝૂકે. તે બીજાના રાઈ જેટલા ગુણને પહાડ જેટલો માને. પોતાના રાઈ જેટલા દોષને પહાડ જેટલો માને.
થોડલો પણ ગુણ પરતણો, દેખીને હર્ષ મન આણ રે; દોષ-લવ પણ નિજ-દેખતાં નિર્ગુણ નિજ-આતમાં જાણ રે.”
- ઉપા. યશોવિજયજી, અમૃતવેલી સજઝાય. આપણે આનાથી ઊદું જ કરીએ છીએ. મોક્ષપ્રાપક ધર્મ શી રીતે સંભવિત બને ?
કહે, કલાપૂર્ણસૂરિજ * *
*
*
#
#
#
#
# # # ૧૮૩