Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કમ્મપયડ, પંચસંગ્રહ, આગમો વગેરેના રહસ્યોને ખોલનાર આ ગ્રન્થ છે. છતાં આપણી તે તરફ નજર નથી, તેની મને તો ખૂબ જ નવાઈ લાગે છે.
શ્રાવકોને ધન્યવાદ કહેવાય કે એમણે કરોડો રૂપિયા ખર્ચીને આ મેળો ગોઠવી આપ્યો. નહિ તો આટલા સાધુસાધ્વીઓનું અહીં મિલન શી રીતે થાય ?
- ધ્યાન – વિચાર - ઉત્તરાર્ધ.
ચિન્તા : ભાવના અને અનુપ્રેક્ષા વિના ચંચળ ચિત્ત તે ચિન્તા. તે ૭ પ્રકારે છે.
પ્રથમ કક્ષામાં ધ્યાન માટે ચિન્તન જ જોઈએ. ચિત્તનથી જ ધ્યાન માટેની પૂર્વ - ભૂમિકાનું નિર્માણ થાય છે.
૭ ચિન્તા : (૧) તત્ત્વચિન્તા (૨) મિથ્યાત્વ - સાસ્વાદન - મિશ્ર દૃષ્ટિ ગૃહસ્થરૂપ (૩) ક્રિયા-અક્રિયા-અજ્ઞાન વિનયવાદી આદિ ૩૬૩ પાખંડીઓની વિચારણા (૪) પાસત્યાદિ (૫) ચાર ગતિના સમ્યગ્દષ્ટિની વિચારણા (૬) મનુષ્ય દેશવિરતોની વિચારણા (૭) ૭મા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધી તથા સિદ્ધોની વિચારણા. ચિંતન જેટલું ઉચ્ચ કોટિનું, તેટલો વર્ષોલ્લાસ વધુ.
- યોગમાં જવાની ઈચ્છાવાળાને નિષ્કામ કર્મ સાધન છે. પરંતુ યોગની સિદ્ધિ પામી ચૂકેલાને તો “શમ જ મોક્ષનું કારણ છે.
- ભગવદ્ ગીતા ૬/૩. ૪ ભાવના એટલે પુનઃ પુનઃ અભ્યાસ. તે ચાર પ્રકારે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વૈરાગ્યભાવના.
ગણિ મુનિચન્દ્રવિજય : જ્ઞાનાચાર આદિ અને જ્ઞાનભાવના આદિ, બન્નેમાં શું ફરક ?
પૂજ્યશ્રી ઃ આમ જોઈએ તો કાંઈ ફરક નહિ. બીજી રીતે જોઈએ તો કાંઈક ફરક પણ ખરો. બોલો, રોટલી અને પુરીમાં શું ફરક ? એવો જ ફરક અહીં સમજવો.
(૧) જ્ઞાન ભાવના : સૂત્ર – અર્થ – તદુભય ત્રણ પ્રકારે. (૨) દર્શન ભાવના : આજ્ઞારુચિ, નવ તત્ત્વરુચિ, પરમ
૧૦૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪