Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તો પાછળના પડદાના કારણે લાલ દેખાય છે.
પડદો હટતાં જ શુદ્ધ સ્ફટિકમય પ્રતિમા ઝળકવા લાગ્યા. આપણો આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે, પણ રાગ-દ્વેષથી તે રાગી-દ્વેષી જણાય છે. જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પુણ્ય-પાપથી રે તિમ જગ-જીવને, રાગ-દ્વેષ પરિણામ.”
- પૂ. ઉપા. યશોવિજયજી. ૧૨૫ ગાથાનું સ્તવન. - જીવની શુદ્ધતાનું પુર નિમિત્ત એક માત્ર ભગવાન જ છે. “નિમિત્તાલંબી બન્યા વિના જીવ કદી ઉપાદાનાલંબી બની શકતો નથી.' એમ ટબ્બામાં પૂ. દેવચન્દ્રજીએ સ્વયં લખ્યું છે.
“માટે હે ભવ્યો ! તમે અરિહંતની ભક્તિમાં ડૂબી જાવ.” એમ પૂ. દેવચન્દ્રજી જણાવે છે.
આત્મ-અવલંબન કેવી રીતે કરવું !
પૂજ્યશ્રી : પ્રથમ પરમાત્માને સમર્પિત થઈ તેમનું અવલંબન લેવું. તેમના ગુણોમાં તાદાભ્ય થવાથી હું કંઈક છું” વગેરે અહંકારરૂપ વિકલ્પરહિત થવાય. તેવા શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાન સ્વરૂપ એવા આત્માની આ દશા તે સમભાવ
- સુનંદાબેન વોરા
૧૦૪
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે