Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦૦૦, શુક્રવાર
ભગવાનને આપણા માટે જેટલી ચિંતા છે, તેટલી ચિંતા આપણને આપણા માટે પણ નથી.
ધ્યાન વિચાર
પ્રભુ-શાસન અને એને ઓળખવાના પુષ્કળ સાધનો આપણી પાસે છે. ધ્યાન-યોગની યોગ્યતા વિકસાવવા માટે ચતુર્વિધ સંઘને અનુષ્ઠાન કરવાની પરંપરા પૂર્વજોએ ટકાવી રાખી તે આપણો પુણ્યોદય છે. એ ક્રિયાઓ જીવનમાં ઊતારીને જીવંત રાખીએ.
ધ્યાનની જેમ આચાર-પાલનની પણ આવશ્યકતા છે.
(૧૯) માત્રા ધ્યાન :
પોતાના આત્માને તીર્થંકરની જેમ સમવસરણમાં બેસીને દેશના આપતો હોય તેમ આ ધ્યાનમાં જોવાનું છે.
યોગશાસ્ત્ર રચાયો ત્યારે પૂ. હેમચન્દ્રસૂરિજીની સામે આ ગ્રન્થ હશે, એવું લાગે છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫