Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અજીવ'ના ભાઈ કહેવાઈએ.
પરસ્પરોપગ્રહો ગીવાનામ્ સૂત્રથી આ જ શીખવાનું છે.
જીવાસ્તિકાયમાંથી એક પ્રદેશ પણ કાઢી નાખીએ તો એ ખંડિત થાય, જીવાસ્તિકાય જ ન કહેવાય. વિચારો ! એક પણ આત્મપ્રદેશનું મૂલ્ય કેટલું ? એક આત્મપ્રદેશમાં અનંત ગુણો છે. એની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? માટે જ ભગવતીમાં ગૌતમસ્વામીને ભગવાન કહે છે : એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન જ કહેવાય.
૪ આત્મ-રમણતાનો અર્થ આપણને નથી સમજાતો. કારણ કે ભાવથી ચારિત્ર હજુ મળ્યું નથી, આત્મ-રમણતાનો. આસ્વાદ હજુ લીધો નથી. આત્મ-રમણતા અનુભવ્યા વિના તેનો અર્થ નહિ સમજાય.
મન હતાશ થાય ત્યારે વિચારવું : પુગલોનો ગમે તેટલો સંગ કર્યો છતાં જીવ પુગલ નથી જ, પુગલના આધારે ટકેલો નથી, વસ્તુતઃ તેનો રંગી (અનુરાગી) પણ નથી, પુદ્ગલનો માલીક પણ (પુગલથી શરીર, ધન, મકાન વગેરે બધું જ આવી ગયું) જીવનું ઐશ્વર્ય પુદ્ગલાધારિત નથી.
આટલો જ વિચાર આપણને કેટલો ઉત્સાહથી ભરી દે ? શું હતું તે ચાલ્યું ગયું? શું મારું છે તે ચાલ્યું જશે ? શા માટે ચિંતાતુર થવું ?
કોઈ પણ પ્રકારના સંયોગોમાં આવી વિચારણા આપણી હતાશાને ખંખેરી નાખવા પર્યાપ્ત છે.
મૈત્રી આદિ ભાવના તે માતા સ્વરૂપ છે
માને સંતાન પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, તે મૈત્રીભાવના. માને સંતાનના વિવેક આદિ ગુણો પ્રત્યે પ્રમોદભાવ થાય છે. માને સંતાનના દુઃખ પ્રત્યે કરૂણા ઉપજે છે તે કરૂણાભાવના. સંતાન જો સ્વચ્છંદી બને તો મા જતું કરે છે તે માધ્ધ ભાવના. જગતના સવ જીવો પ્રત્યે આવો ભાવ કેળવવાનો છે.
૧૬૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪