Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉચિત ક્રિયા સીદાય નહિ. દરેક ઉચિત ક્રિયા પરિપૂર્ણપણે જ્યાં થતી હોય તે સાચો ધ્યાનયોગ છે. ધ્યાનયોગ કદી કર્તવ્યભ્રષ્ટ ન બનાવે. જો એમ થતું હોય તો સમજવું : આ ધ્યાન નહિ, ધ્યાનાભાસ છે. પૂ.પં. ભદ્રકરવિજયજી મ. પાસેથી આ જ ખાસ શીખવા મળેલું.
મuહવત્તp સિયા' હું ઉચિત કાર્ય કરનારો બનું. - એમ પંચસૂત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે.
ધ્યાનમાં જવું સહેલું છે, પણ જીવોની સાથે મિત્રતા કેળવવી, તેમની સેવા કરવી, ઉચિત કર્તવ્ય કરવું, ખૂબ મુશ્કેલ છે. આ વાત પૂ.પં. ભદ્રકરવિજયજી મહારાજે ખૂબ જ ઘુંટીઘુંટીને સમજાવેલી.
ગ્રહણ, પરિણમન, અવલંબન અને વિસર્જન – આ ચારના ક્રમપૂર્વક ભાષા-વર્ગણા પ્રયોજાય છે.
ગ્રહણ : સૌ પ્રથમ ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરવા. પરિણમન : તે પુગલોને તે રૂપે પરિણાવવા. પછી અવલંબનપૂર્વક છોડવા. (વિસર્જન)
આ ક્રમથી જ આપણે બોલી શકીએ છીએ. પણ એ એટલું ઝડપથી થતું હોય છે કે આપણને ખ્યાલ આવતો નથી.
આત્માના જ્ઞાન ગુણ વગેરે પર જે રીતે આવરણ છે, તે રીતે ગ્રાહકતા, ભોīતા, કર્તતા વગેરે શક્તિઓ પર કોઈ આવરણ નથી. એ શક્તિઓ કાર્ય કરી જ રહી છે. માત્ર એની દિશા ઉલ્ટી છે. ઉલ્ટી દિશામાં જનારી આપણી શક્તિઓ આપણો જ વિનાશ વેરી રહી છે. હવે, પ્રભુના આલંબનથી એ શક્તિઓને વિકાસ તરફ વાળવાની છે. કેન્દ્રગામી બનાવવાની છે, બહિર્ગામી શક્તિઓને અન્તર્ગામી બનાવવાની છે.
“આટલા ભોગ ભોગવ્યા. આટલી સત્તા મેળવી. આટલું ધન એકઠું કર્યું' એમ માનીને કોઈ અભિમાન કરવાની જરૂર નથી. એમાં તે કઈ મોટી ધાડ મારી ? બધા આમ જ કરી રહ્યા છે.
* હિતશિક્ષારૂપે આમ કહી શકાય : આપણે પરસ્પર સહાયતા કરીએ તો “જીવ' કહેવાઈએ, સહાયતા ન કરીએ તો
હ
*
*
* *
*
*
*
* *
* * * ૧૬૩