Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દ્રવ્યથી લવ : દાતરડા વગેરેથી ઘાસ વગેરે લણવું તે દ્રવ્ય
શુભ ધ્યાનરૂપ અનુષ્ઠાનોથી કર્મોને કાપવા તે ભાવ
ક્ષપકશ્રેણિમાં પરમ લવ હોય છે.
જ્ઞાનાદિ ત્રણેય મળે તો જ વાસ્તવિક ધ્યાન લાગે. તે પહેલા ભાવના, ચિંતન વગેરે હોય, પણ ધ્યાન ન હોય. પવન વગરના સ્થિર દીવા જેવો સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે.
લવ.
લવ.
ઉપશમ
૧૫૨
-
(૧૯) માત્રા :
ઉપકરણ આદિની મર્યાદા તે દ્રવ્ય માત્રા. સમવસરણસ્થ તીર્થંકરની જેમ સ્વ આત્માને જોવો તે ભાવ માત્રા છે.
જીવોનું અજ્ઞાન શું છે ?
પૂજ્યશ્રી : સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર- જ્ઞાન તે અજ્ઞાન. તેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન. જ્ઞાનથી મોહ
નષ્ટ થાય.
સુનંદાબેન વોરા
* કહે, કલાપૂર્ણસૂરિ-૪