Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂજ્યશ્રીની આગળ BAND અને પાછળ END' આવું ન થવું જોઈએ. પૂજ્યશ્રીની પાછળ શ્રાવકો પછી રથ, સાધ્વીજીઓ, શ્રાવિકાઓ એમ ક્રમશઃ જોડાઈએ તો શોભા વધશે.
પૂજ્ય કલાપ્રભસૂરિજી :
પૂજ્ય ગુરુજીએ આ પ્રસંગને અનુલક્ષીને તપયોગ વિષે માર્ગદર્શન આપ્યું છે.
જૈનદર્શનનો તપયોગ કેટલો પ્રભાવશાળી છે, તે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. વિદ્યુત્ શક્તિથી પણ તેમાં વધુ શક્તિ છે. વિદ્યુત્ શક્તિ બહારના સર્વ પદાર્થોને બાળી નાખે, જૈનની તપ-શક્તિ આપણા આત્મ-પ્રદેશોમાં રહેલી કર્મની મલિનતાને બાળી નાખે છે.
આવો જૈન શાસનનો તપયોગ લોકોને હેરત પમાડી દે તેવો છે.
પૂ. જગવલ્લભસૂરિજીએ વરઘોડાનું વર્ણન કર્યું, એ વરઘોડો ધર્મ-બીજનું અદ્ભુત અનુષ્ઠાન છે. વરઘોડાથી જ હજારો-લાખોના હૈયામાં પ્રશંસાનો ભાવ ઊભો થતો હોય છે. ખાઉધરા જમાનામાં તપયોગ પ્રત્યે લોકોમાં આદરભાવ ઊભો કરાવવાનો છે.
ક્રિકેટ વગેરેમાં કોઈ પણ જીતે, પણ તપમાં તો જૈનો જ જીતે. લોકોને આશ્ચર્ય થાય છે : જૈનો આ તપ કેમ કરી શકતા હશે ?
ભગવાન મહાવીરે ૧૨ ૩૪૯ જ પારણા કરેલા છે, સામે છે. પછી તપ કેમ ન થાય ?
વર્ષના સાધના કાળમાં માત્ર આવા મહાન આદર્શો આપણી
આપણે ત્યાં એવું વલણ છે : પર્યુષણ પછી તપ વગેરે બંધ ! પણ સિદ્ધાચલની આ ભૂમિ પર પર્યુષણ પછી પણ તપ ચાલુ રહ્યા છે.
અમને તો આશા હતી : મુનિ અમિતયશવિજયજી ૪૫ ઉપવાસ ક૨શે પણ બીજી વખત જરૂ૨ ૪૫ ઉપવાસ કરશે. આવી ગરમીમાં ઉગ્ર તપસ્યાની ખૂબ જ અનુમોદના ! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
** ૧૫૦