Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- આનંદઘનજી જેવાની સ્તુતિ ઉપા. યશોવિજયજી જેવાએ કરેલી છે. એમની ચોવીશીમાં પૂરો સાધનાક્રમ (મોક્ષ સુધીનો માર્ગ) પ્રભુદાસ પારેખે ઘટાવ્યો છે.
‘વિમલ જિન ! દીઠા લોયણ આજ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે આ ભાવો પ્રગટ્યા છે.
દુઃખો દૌર્ભાગ્ય ગયા. સુખ-સંપત્તિ મળી, માથે ધીંગો ધણી છે. હવે બીજે ક્યાં ફરવું ?
જે લક્ષ્મીને હું શોધતો હતો તે તો હે પ્રભુ ! તારા ચરણમાં બેઠી દેખાઈ. મારું મન પણ તારા ચરણમાં ગુણમકરંદનું પાન કરવા લલચાય છે.
આપણા ભાવને ભગવાનને સોંપી દેવો છે. ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરવું, તે પ્રીતિયોગ. પત્ની જેમ પતિને સંપૂર્ણ સમર્પિત થઈ જતી હોય છે. પોતાના બાળક પાછળ નામ પણ પતિનું જ લગાવે છે. ભક્ત પણ પોતાનું નામ ભગવાનના નામમાં ડૂબાડી દે છે.
પ્રભુના ગુણોમાં આપણી ચેતનાનો નિવેશ કરવો, એના આનંદનો અનુભવ કરવો, તે પરમલય છે.
બે દિવસની છુટ્ટી છે. ધ્યાન વિચારમાં વિવેચન વાંચી જજો. વાંચી જશો તો પદાર્થો ખુલશે.
અહીં બેઠેલા પંડિતોને પણ આ બધા પદાર્થો ખ્યાલમાં આવી જાય તો તેઓ આનો ખૂબ જ પ્રચાર કરી શકશે. એક પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે નવકારનો કેટલો પ્રચાર કર્યો ? કેટલાને નવકારના પ્રેમી બનાવ્યા ?
• ચાર શરણમાં નવેય પદો સમાવિષ્ટ છે. (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) સાધુ, (૪) ધર્મ.
સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય. સાધુ, ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ.
* હિમાલયના મોટા-મોટા યોગીઓ નવકારને સંભળાવે ત્યારે સાનંદ આશ્ચર્ય થાય. અરિહંત કોઈ એકના નથી, સમગ્ર વિશ્વના છે.
(૧૭) લવ, (૧૮) પરમ લવ ?
2
*
*
*
* * *
* ૧૫૧