Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બીજું સ્તવન : જ્ઞાનાદિક ગુણ સંપદા રે.
જ પ્રભુ સાથે પ્રેમ જાગ્યો હોય તો તેમનું ઐશ્વર્ય જોઈને ભક્તને આનંદ થાય જ. જેમ કોઈનો સારો બંગલો જોઈને બીજાને તે મેળવવાનું મન થાય.
ભગવાનના ઐશ્વર્યની રુચિ પેદા થઈ એટલે મોક્ષ માર્ગ શરૂ થયો. રુચિ હોય તદનુસાર જ આપણું વીર્ય ચાલે. “રુચિ - અનુયાયી વીર્ય.'
રુચિ પેદા થઈ છે માટે જ કહું છું : હે પ્રભુ ! દીન દયાળ ! આપ મને તારજો.
• પ્રભુ મોક્ષના પુષ્ટ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ આત્મા છે. એ ખરું, પણ ઉપાદાન કારણમાં રહેલી કારણતા ભગવાનના નિમિત્ત વિના પ્રગટ ન જ થાય. કુંભાર જમીનમાંથી ખોદીને માટી ન કાઢે ત્યાં સુધી માટીમાં ઉપાદાન કારણતા પ્રગટતી નથી.
એક પણ જીવ અરિહંતનું નિમિત્ત પામ્યા વિના મોક્ષે ગયો નથી. એક પણ ઘડો કુંભારની મદદ વિના બન્યો હોય તો કહેજો.
મરુદેવી માતાને પણ પ્રભુનું આલંબન મળ્યું જ હતું.
કહે કલાપૂર્ણસૂરિ' નામનું પુસ્તક મળ્યું. માત્ર ૬ એક જ પાનું વાંચ્યું, ને વાંચ્યા પછી એમ જ લાગ્યું કે સાક્ષાત પરમાત્માનું મિલન આ જ પુસ્તકમાં છે.
- આચાર્ય વિજયરનાક્રસૂરિ
સમેતશિખરજી તીર્થ
હું
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
*
*
*
*
*
*
*
*
* ઝ
ઝ = = ૧૧૫