Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પરમાત્માની ભક્તિ અને જીવોની મૈત્રી બન્ને એકી સાથે જ પ્રગટે છે.
૪૨ વર્ષ પહેલા (વિ.સં. ૨૦૧૪) સૌ પ્રથમ પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની પ્રથમ મુલાકાત થઈ. તેમણે મને યોગબિંદુ વગેરે ગ્રન્થો વાંચવાની સલાહ આપેલી.
જ્ઞાની જ્ઞાનીને માત્ર મૌનથી ઓળખી લે.
પછી સાથે રહેવાનું થયું. ૨૦૩૧માં પૂ.પં.શ્રી રાતા મહાવીર તીર્થમાં મળ્યા. સૌ પ્રથમ ૧૫ દિવસ સુધી મને તેમણે સાંભળ્યો. મને ખાલી કર્યો. પછી સાધનાનું અમૃત પીરસ્યું. ધ્યાન-વિચા૨ ૫૨ લખવાની પ્રેરણા તેમણે જ કરેલી. તેમની નિશ્રામાં જ લખવાનું શરૂ કર્યું. તે વખતે ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' પર કેમ નથી લખતા? એવો ઠપકો પણ સાંભળવા મળેલો. દ્રવ્યથી નાડી ચાંપવાથી પણ સમાધિ લાગી જાય, (રામકૃષ્ણે અમુક નસ દબાવીને વિવેકાનંદને સમાધિ આપેલી.) પણ એ દ્રવ્ય સમાધિ જાણવી, ભાવ સમાધિ અલગ ચીજ છે. મનથી પ્રાણ પણ વશમાં થાય. ઉન્મનીભાવ પામેલું મન હોય ત્યારે પ્રાણ સ્વયં શાન્ત બની જાય છે, એમ ૧૨મા પ્રકાશમાં (યોગશાસ્ત્ર) લખ્યું છે.
મંત્રથી મન વશમાં આવે છે. મંત્ર એ જ છે જે મનન કરવાથી તમારું રક્ષણ કરે. મન શુદ્ધ થતાં આત્મા શુદ્ધ થાય છે.
ત્રણેય શુદ્ધ થતાં મંત્રદાતા ગુરુ અને ધ્યેય ભગવાન સાથે જોડાણ થાય છે.
મંત્રાત્મક અક્ષરોનું ધ્યાન કરવાથી મનનું રક્ષણ થાય છે. ચિત્તને ત્રિભુવનવ્યાપી બનાવી પછી અત્યંત સૂક્ષ્મ (વાલાગ્ર ભાગથી પણ સૂક્ષ્મ) બનાવી ત્યાંથી ખસેડી લઈ આત્મામાં સ્થિર કરવું તે પરમ શૂન્ય ધ્યાન છે.
મારું બહાર પડેલું સાહિત્ય મારું નથી, પૂ.પં. ભદ્રંકર વિ.મ.નું છે. મારું તો પ્રકાશન કરવાનું મન જ નહિ, પણ એમણે જ પ્રકાશિત કરાવી દીધું, એમ કહું તો ચાલે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
** ૧૧૭