Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચંચળતા અને નિશ્ચલતા પરસ્પર સાપેક્ષ છે. એટલે કે દૃષ્ટિ નિશ્ચલ બને ત્યારે મન નિશ્ચલ બને. મન નિશ્ચલ બને ત્યારે દષ્ટિ નિશ્ચલ બને.
કાયોત્સર્ગનું મહત્ત્વ ઘણું જ છે. માત્ર ૧૦૦ ડગલા તમે બહાર ગયા અને તમારે કાયોત્સર્ગ ફરજિયાત કરવાનો. શું કારણ હશે ત્યાં ?
સકલ જીવરાશિ સાથે આપણે જોડાયેલ છીએ. એમાં કોઈનીયે ઉપેક્ષા ન ચાલે. માટે જ વારંવાર ઈરિયાવહિયં દ્વારા, સર્વ જીવો સાથે પ્રેમ-સંબંધ જોડવાનો છે; જે પહેલા તૂટી ગયો હતો.
સમગ્ર જીવરાશિ સાથે ક્ષમાપના થાય તો જ મન સાચા અર્થમાં શાન્ત બને. કોઈનું પણ અપમાન કરીને તમે નિશ્ચલ ધ્યાન કરી શકો નહિ. સમગ્ર જીવો ભગવાનનો પરિવાર છે. એક પણ જીવનું અપમાન કરશો તો પરમ પિતા ભગવાન ખુશ નહિ થાય.
જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ, એક માન્યા પછી જીવોને પરિતાપ ઉપજાવીએ તો મોટો દોષ છે. માટે જ ઈરિયાવહિયં દ્વારા એ સૌ સાથે ક્ષમાપના કરવાની છે.
- કાયોત્સર્ગનો ઉદ્દેશ શો ? પાપ કર્મોનો ક્ષય. “પાવાનું મ્યા નિપાયUઠાઈ '
વિષય - કષાયની મલિનતા દૂર કર્યા વિના ઉઠ્ઠલતા નહિ પ્રગટે. ને ત્યાં સુધી પ્રભુ નહિ મળે.
પૂ. ધુરંધરવિજયજી મ. : મલિન આત્માને નવડાવવાનું કામ ભગવાનનું નહિ ?
પૂજ્યશ્રી : હવે તમે મોટા થયા. નાના નથી. હા, પ્રભુ તમને ગુણરૂપી પાણીની વ્યવસ્થા કરી આપશે. “તુમ ગુણ ગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મળ થાઊં રે.”
- ઉપા. યશોવિજયજી. ૪ ગણધરોએ તો માત્ર ભગવાનના કહેલાની નોંધ કરી છે. નોંધ કરનાર કદી પોતાનો દાવો ન કરે. તે તો માત્ર એમ જ કહે. “ત્તિ બેમિ મેં જે સાંભળ્યું છે, તે કહું છું.
=
*
*
*
*
*
*
*
*
*
* * ૧૪૦