Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છુટી જાય, અનાલંબન બાકી હોય તે બન્ને વચ્ચેનો સેતુ નાદ
જ્યાં સુધી અક્ષર કે પદમાં જ મન હોય ત્યાં સુધી સવિકલ્પ ધ્યાન હોય છે. ત્યાર પછી અક્ષર-પદ છુટી જઈ માત્ર ધ્વનિ રહેતાં નાદ પ્રગટે છે.
આ નાદ માત્ર સાધક જ સાંભળી શકે, પાસે રહેલો બીજો પણ ન સાંભળી શકે.
સાધક કાંઈ સંગીત સાંભળવા નીકળ્યો નથી, એ તો પ્રભુને મળવા નીકળ્યો છે. વચ્ચે થતું નાદ-શ્રવણ તો માત્ર માઈલસ્ટોન છે. સાધકે ત્યાં રોકાવાનું નથી.
(૧૩) તારા, (૧૪) પરમતારા :
મનની જેમ કાયા અને વચનની સ્થિરતા પણ જરૂરી છે. માત્ર માનસિક ધ્યાન નથી, વાચિક, કાયિક ધ્યાન પણ છે. તાવ સ્વયં ટાઈoi નો જ્ઞાન' આ પાઠ આ જ વાત સૂચવે છે.
દ્રવ્યથી તારા, વર-વધૂની આંખોનું મિલન (તારા મેલક) તે.
ભાવથી કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ.
પૂર્વના ધ્યાનોમાંથી પસાર થઈને આવેલાની દૃષ્ટિ નિશ્ચલ બનેલી હોય છે.
કોઈપણ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં કાયોત્સર્ગમાં જ રહે છે.
ધ્યાન એટલે જ્ઞાનની સૂક્ષ્મતા - તીક્ષ્ણતા છે. એટલે કે ચારિત્ર અને ધ્યાન એક જ છે. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.”
પૂ. ધુરંધરવિજયજી મ. : કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ ક્યાં ? બહાર કે અંદર ?
પૂજ્યશ્રી : ચૈત્યવંદન વખતે પ્રતિમામાં, ગુરુ સામે હોય ત્યારે ત્યાં અનિમેષ દૃષ્ટિ રાખવી.
કાયોત્સર્ગ જિનમુદ્રાએ વ્યવસ્થિત થાય ત્યારે દૃષ્ટિ નિશ્ચલ થતાં મનની નિશ્ચલતા આવે છે. દ્રષ્ટિ અને મન, બન્નેની
* * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૧૪૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*