Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પણ મંડપ નીચે હજારોની પબ્લીક ૩-૩ કલાકથી ભક્તિ માણી રહી છે. આ ભગવાનનો પુણ્ય - પ્રકર્ષ છે. આ બધાની પાછળ ભગવાનની શક્તિ છે. કારણ કે ભગવાન અચિંત્ય શક્તિશાળી છે. આજે આ સ્નાત્ર-મહોત્સવમાં માતા-પિતા બનનાર વિજયવાડાવાળા ધર્મીચંદજી ૫૨મ આનંદમાં છે.
તેઓ વિચારે છે : ‘અનાયાસે જ આ લ્હાવો મળ્યો છે. તો હું આજીવન ચતુર્થવ્રત સ્વીકારી લઊં’
હમણા જ તેઓ પૂજ્યશ્રી પાસે આવશે ને ૪થું વ્રત સ્વીકારશે.
(કાર્યક્રમ પછી જામનગરથી આવેલા ડૉકટરની ટીમનું
ડૉકટરોએ કહ્યું : અમે દર ચાતુર્માસમાં સ્વેચ્છાએ આ રીતે પાલિતાણા સેવા માટે આવવા માંગીએ છીએ.)
સન્માન.
૧૪૪
ક્યાંથી મળે ?
સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષાનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુના વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌદ્ગલિક પદાર્થોમાં આસક્ત છે, તેને આ વચન ક્યાંથી શીતળતા આપે ? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે ?
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪