Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવાનને સોંપીએ તો એ ચીજો માટે ટળવળવું પડે નહિ. પ્રભુ જગતના વૃક્ષનું મૂળ છે. એ મૂળને જો સિંચો તો ફલ મેળવ્યા વિના ન રહો. પ્રભુને જે કાંઈ સમર્પો છો, તે ફળ્યા વિના ન જ રહે. ભાવપૂર્વક ભક્તિ કરો તો તે સમગ્ર પ્રકૃતિ (પવન, વાયુ, જળ આદિ) ને બદલી નાખે.
પ્રભુમાં ડૂબો. પ્રભુમય બનો. પ્રભુ બનો. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : શું બોલું ? બોલો.
કણે ઘણી મહેનત કરી, કોઈ પણ રીતે દુર્યોધન સમજી જાય ને યુદ્ધ અટકે, પણ એ ન થઈ શક્યું. “સોયની અણી જેટલી પણ જમીન હું નહિ આપું.' દુર્યોધનના અંતિમ જવાબથી યુદ્ધ થયું જ. એ યુદ્ધમાં અંધ ધૃતરાષ્ટ્ર દૂર છે. સંજયને પૂછે છે: “યુધિષ્ઠિર શું કરે છે ?'
શાન્ત છે.” “ભીમ શું કરે છે ?' ગદા ખંખેરે છે.” સહદેવ - નકુલ શું કરે છે ?' નકુલ – સહદેવ શૂન્ય મનસ્ક છે.” “અર્જુન શું કરે છે ?'
ઠંડા પાણીએ નાહી નાખો. કારણ કે અર્જુન બદલાઈ ગયો છે. શ્રીકૃષ્ણ અને અર્જુનની જુદાઈની દિવાલ તૂટી ગઈ છે. કૃષ્ણની જગ્યાએ જ અર્જુન આવી ગયો છે.'
ભગવાન સાથે જે ભક્ત અભેદ સાથે તેને કોઈ હરાવી ન શકે.
અહીં કોઈ નાટક નથી. ધ્યાનની પ્રક્રિયા છે. જન્મકલ્યાણક વખતે કેવી રીતે ધ્યાન કરવું ? તેના આ દૃશ્ય છે. વસ્તુતઃ હૃદયમાં પ્રભુનો જન્મ કરવાનો છે. એમ થાય તો દુનિયાની કોઈ શક્તિ પરાસ્ત કરી શકાતી નથી.
પ્રભુ સાથે સૌ અભેદ સાધો એ જ અપેક્ષા. પૂજ્ય કલાપ્રભસૂરિજી ઃ
પ્રભુ-ભક્તિના મહોત્સવમાં અહીં બેઠેલાઓને સાંભળવાનો નહિ, જોવાનો રસ છે. આવી કાળઝાળ ગરમીમાં
*
*
*
*
*
*
*
*
* *
* ૧૪૩