Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ક્યાં જવાની? મુક્તિનો મુખ્ય ઉપાય ભક્તિ છે. ભક્તિ હશે તો મુક્તિ ક્યાં જશે ? ભક્તિથી મુક્તિનું સુખ અહીં જ અનુભવાય છે. જેમણે આ અનુભવ્યું છે તેમણે પોતાની કૃતિમાં આ રજૂ કર્યું છે.
પ્રભુનો આ જન્મ મહોત્સવ ભક્તિ રૂપ જ છે. જ્યારે પણ ભગવાનનો જન્મ થાય ત્યારે જગતમાં પ્રકાશ-પ્રકાશ રેલાઈ જાય.
આવા ભગવાન પર ભક્તિ ઉમટવી જોઈએ. એમની આજ્ઞાના પાલનથી ઉત્કૃષ્ટ ભક્તિ થાય છે. પ્રીતિ અને ભક્તિના અનુષ્ઠાનથી વચન-અનુષ્ઠાનમાં આવવાનું છે.
પૂજ્ય ધુરંધરવિજયજી મ. :
પૂ. કલાપૂર્ણસૂરિજીએ ભક્તિ અંગે ઉપા. યશોવિજયજી મ.ને યાદ કર્યા, જેઓ મહાન ભક્ત બની ગયા. પહેલા મહાન તાર્કિક હતા. તેમના જ ઉદ્ગારો પૂજ્યશ્રીએ ફરમાવ્યા. સરતન નથમ ' પ્રભુ-ભક્તિ સમસ્ત શ્રુત સાગરની અવગાહનાનો સાર છે. પરમ-આનંદની સંપદાનો મૂળ સ્રોત છે. સર્વ પ્રવૃત્તિનો હેતુ આનંદ જ છે. આનંદ - સાગર પ્રભુની ભક્તિ વિના આનંદ ન જ મળી શકે. જે જ્યાં હોય ત્યાંથી જ મેળવવું પડે. સંસારથી મુક્તિ એ જ આનંદ. સંસારમાં કોઈ આનંદ મળી શકવાનો નથી. સાંસારિક પદાર્થોથી આનંદ ન
મળે.
‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું.'
- આનંદઘનજી. અંતે વીખરાય તે પદાર્થો શોક જ આપે. પણ એ જ પદાર્થો ભગવાનને સમર્પો તો આનંદ આપે. પ્રભુ-ચરણે અર્પેલા પદાર્થોને આનંદ આપવાની ફરજ પડે.
ભગવાને જે આગમો આપ્યા, તેમાં અમે ડૂબીએ, એ અમારી ભક્તિ. તમે તમારું દ્રવ્ય ભગવાનને સોંપો તે તમારી ભક્તિ. એના દ્વારા જ આનંદ મળી શકે છે.
જે મળ્યું છે તે ભગવાનને સોંપો. ફળ-નૈવેદ્ય વગેરે બધું જ. જે ચીજો મેળવવા આપણે પરતંત્ર છીએ તે ચીજો
૧૪૨
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*