Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.’
આ પ૨મ જ્યોતિ દશાના ઉદ્ગારો છે. સમાધિ અવસ્થામાં તેમને ‘હું પ્રભુની ગોદમાં બેઠો છું.’ એવો અનુભવ થાય છે.
-
આ કાળમાં આવો અનુભવ શા માટે મેળવી ન લેવો ? સમ્યગ્દર્શન પામ્યા વિના મરવું નથી, એટલું નક્કી કરી લો. એ પામવા માટે રુચિ ઉત્પન્ન થાય તો પણ મોટી વાત છે. આવું જાણીને વિરાધના ન કરીએ, એ પણ મોટી સિદ્ધિ હશે.
જ્યોતિ શું જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત તબ નહિ ન્યારા;'
આવું ધ્યાન ધરનારો ભગવાનને જુદો ન ગણી શકે. ‘બાંધી મૂઠી ખુલે ભવ માયા, મિટે મહાભ્રમભારા.' બહિરાત્મદશા દૂર થઈ અંતરાત્મદશા પ્રગટ થઈ. પરમાત્મદશા પ્રગટે એટલે બિંદુ સિંધુમાં ભળી જાય. પછી સિંધુમાં બિંદુ ક્યાં દેખાવાનો ? પછી ‘હું’ મટી જાય છે. એ શોધવાથી મળતો નથી. ઘી ઢળી ગયું, પણ ખીચડીમાં ! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ સૂર્ય સામે અપલક નજરે જોતા હતા. આ તારક ધ્યાન છે. ઊગતા સૂર્યનું ધ્યાન આજે પણ ધરી શકાય.
ભગવાનને ગણધરોએ પણ દ્રવ્યજ્યોતિની ઉપમા આપી
છે :
चंदेसु निम्मलयरा ।
આ શું છે ? દ્રવ્ય પ્રકાશની ઉપમા વિના આપણને ક્યાં સમજાય ?
અહીં બધા જ દ્રવ્ય ભાવને સમજવા સહાયક બનનાર
છે.
ભાવ ઉદ્યોત એટલે જ્ઞાન-ઉદ્યોત, ભગવાનનો ઉદ્યોત સૂર્ય જેવો તો આપણો દીવા જેવો, પણ છે તો પ્રકાશ જ ને ? લાખ પાવરનો પ્રકાશ તેમનો છે તો આપણો પાંચનો પાવર છે.
૧૨૬ *
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪