Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ-૧૦ ૮-૧૦-૨૦૦૦, રવિવાર
ધ્યાત વિતા કર્મ - નિર્જરા થતી નથી.
ધ્યાન વિચાર : • ધ્યાનના વિભાગો અલગ-અલગ ભલે હોય, પણ બધાની મંઝિલ એક છે. બધાની નિયતિ અલગ-અલગ હોય છે, એટલે ધ્યાનની પણ અલગ-અલગ પદ્ધતિઓ અલગ-અલગ વ્યક્તિઓને લાગુ પડે છે.
- કમ્મપયડ, પંચસંગ્રહ વગેરેનો અભ્યાસ પણ અહીં જરૂરી છે. બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરે પણ જરૂરી છે. મારી પહેલા એવી સમજ હતી કે ધ્યાનમાર્ગમાં આ બધાની શી જરૂર ? પણ ધ્યાન વિચાર વાંચતાં સમજાયું : આ બધા ગ્રન્થો ધ્યાન માટે તો અત્યંત જરૂરી છે. કારણ કે આ ધ્યાનમાં બધી દૃષ્ટિઓ હોવી જરૂરી છે. ખરેખર તો ધ્યાનમાં પ્રવેશ કર્યા પછી જ
હ
*
*
*
*
*
*
*
*
*
* = ૧૩૫