Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ કિ.-૯ ૭-૧૦-૨૦૦૦, શનિવાર
ભગવાનનું બહુમાન કરે તે ભગવાનને મેળવે જ.
બપોરે પૂ. દેવચન્દ્રજી ચોવીશી : સ્તવન બીજું.
“પરમાત્મા અને હું એક છીએ, તો એમનું સુખ પણ મારામાં પડેલું જ છે.” એમ સાધકને વિશ્વાસ જન્મે છે. વિશ્વાસ જન્મતાં જ તે તરફની રુચિ જાગે છે.
એક શાશ્વત નિયમ છે : જે તરફ આપણી રુચિ થઈ, તે તરફ આપણી ઊર્જા ગતિમાન થઈ. ઊર્જા હંમેશા રુચિને અનુસરે છે.
- પરકતૃત્વનું અભિમાન આપણામાં એટલું પડેલું છે કે આપણો આત્મા એનાથી અળગો છે, એ કદી સમજાતું જ નથી. ભીતર પરમાત્મા પ્રગટ થતાં એ અભિમાન ઓસરી જાય છે. અંદરની રુચિ જાગતાં જ આપણા ગ્રાહકતા,
*
*
*
*
*
*
*
*
*
*
* * * ૧૩૩