Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કર્મગ્રન્થાદિના રહસ્યો સમજાય છે.
કર્મગ્રન્થ તો ભણ્યા પણ તેનો સંબંધ ધ્યાન સાથે શું ? તે સમજવું હોય તો ધ્યાન-વિચાર જરૂરી છે. બધા કર્મ-ભેદોનું જ્ઞાન આપણી વીર્ય-શક્તિ વિકસાવે છે. ને વિકસેલી વીર્યશક્તિથી ધ્યાન શક્તિ પેદા થાય છે.
નાદ, કલા, બિંદુ આદિ દ્વારા આત્મ-શક્તિઓ વિકસિત કરવી છે. એના દ્વારા પહોંચવું છે, આખરે ભગવાન સુધી, પરમ વિશુદ્ધ થયેલા આત્મા સુધી.
માટે જ કહું છું : આ ધ્યાન - વિચારનો સંબંધ બધા જ આગમો સાથે છે. ગણધરો કે ગણધરના શિષ્યો સતત સૂત્રોનો સ્વાધ્યાય શા માટે કરે ? કારણ કે એથી ધ્યાનના ઊંડા રહસ્યો પ્રગટ થતા રહે છે. ધ્યાનના કોષ્ટકમાં પૂરાયા પછી જ અંદરના રહસ્યો સમજાય છે.
ધ્યાન - વિચાર ગ્રન્થ તો મેં લખ્યો, પણ તેનો પ્રયોગ કોણ કેટલો કરે છે ? તે હવે જોવાનું છે.
(૧૦) પરમ બિન્દુ ધ્યાન :
વર્ષો પહેલાનું મારું ચિંતન હતું : ગુણસ્થાનોમાં જેટલા કરણો (અપૂર્વકરણ આદિ) છે,તે બધા સમાધિવાચક છે. હવે સ્પષ્ટ સમજાય છે : ખરેખર એમ જ છે.
યથાપ્રવૃત્તિકરણ ભવચક્રમાં આપણે અનંતીવાર કર્યું છે. અભલો પણ કરે. બધી જ કર્મપ્રકૃતિઓ અંતઃકોડાકોડિની સ્થિતિમાં આવી જાય ત્યારે યથાપ્રવૃત્તિકરણ થાય. અનંતા યથાપ્રવૃત્તિકરણો વ્યર્થ ગયા એમ નહિ માનતા, એ પણ પૂરક છે.
કોઈ પણ ધ્યાનનો પ્રકાર આવ્યા વિના કર્મ-નિર્જરા થતી નથી. અશુભ કર્મના બંધમાં પણ ધ્યાન છે જ. પણ તે આર્તરૌદ્ર ધ્યાન છે. મોક્ષમાં પ્રથમ સંઘયણ જરૂરી છે, તેમ સાતમી નરકમાં પણ તે જરૂરી છે. મોક્ષમાં ધ્યાન જરૂરી છે, તેમ સાતમી નરકમાં પણ ધ્યાન જરૂરી છે. ફરક માત્ર શુક્લધ્યાન અને રૌદ્રધ્યાનનો છે. બન્ને શુભ-અશુભ ધ્યાનની પરાકાષ્ઠા છે. એક મોક્ષે લઈ જાય, બીજે ઠેઠ સાતમી નરકે લઈ જાય.
૧૩૬
*
*
*
*
*
*
*
*
*
* *
* * કહે.