Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સ્વામિતા, વ્યાપકતા, ભોસ્તૃતા, શ્રદ્ધા, ભાસન, રમણતા, દાનાદિ ગુણ આત્મસત્તાના રસિક બને છે. બહાર ફેંકાતી ઊર્જા કેન્દ્ર તરફ પાછી વળે છે. બહાર જતી ઊર્જા વ્યર્થ જાય છે. સ્વકેન્દ્રગામી ઊર્જા શક્તિશાળી બનાવે છે.
છે. આથી જ ભગવાન નિયમક છે, મહામાયણ છે, વૈદ્ય છે, ગોપ છે, આધાર છે, સુખ સાગરને ઉલ્લસિત કરનાર ચન્દ્ર છે, ભાવધર્મના દાતા છે. સ્તવન - ત્રીજું :
ભગવાનનું સ્વરૂપ કળી ન શકાય તેવું છે માટે ભગવાન અકલ છે. કલારહિત પણ અકલ કહેવાય. સંસારની બધી જ કળાઓ ભગવાનમાં અસ્ત થઈ ગઈ છે.
જ ભગવાન જગતના જીવોના સુખમાટે અવિસંવાદી (અવશ્ય સત્ય બનનાર) નિમિત્ત છે. ભગવાન પર બહુમાન જાગે તો એમના ગુણો, એમની ઋદ્ધિ મળે જ. બહુમાન જ ગુણો માટેનું દ્વાર છે. ભગવાનનું બહુમાન કરે તે ભગવાનને મેળવે જ.
જ આપણો આત્મા ઉપાદાન કારણ જરૂર છે. પણ પુષ્ટાલંબન તો ભગવાન જ છે. પણ એ ઉપાદાન કારણમાં કારણતા પ્રગટાવનાર ભગવાનની જ સેવા છે. જે કારણ સ્વયં જ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ કહેવાય. દા.ત. માટી સ્વયં જ ઘડો બની જાય છે. માટે માટી ઘડા માટે ઉપાદાન કારણ છે. જીવ પોતે જ શિવ બની જાય છે, માટે જીવ ઉપાદાન કારણ છે.
ભગવાનમાં પણ પુષ્ટ કારણતા ત્યારે જ પ્રગટે જ્યારે જીવમાં ઉપાદાન કારણતા પ્રગટે. બન્ને સાપેક્ષ છે.
અભવ્ય જીવ ઉપાદાન કારણ જરૂર છે, પણ તેમાં ઉપાદાન કારણતા કદી પ્રગટે નહિ. માટે જ ભગવાનમાં તેના માટે કદી પણ પુષ્ટ નિમિત્તતા પ્રગટે નહિ.
૧૩૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪