Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણી નાની દીવીને કેવળજ્ઞાનની મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ગુણોમાં જોડી દઈએ તો કામ થઈ જાય. સિદ્ધો આપણી ઉપર સદા કાળ માટે છે. વિહરમાન ભગવાન સદા કાળ માટે છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે.
એક આકાશ પ્રદેશમાં અનંત આત્મપ્રદેશો હોય છે, એમ ભગવતીમાં હમણા આવ્યું. આમાં પણ ધ્યાનના રહસ્યો છે. સિદ્ધશિલામાં સિદ્ધો છે તેમ સમગ્ર બ્રહ્માંડમાં પણ અનંતા જીવો છે. નિશ્ચયથી એ જીવો પણ સિદ્ધસમાન જ છે.
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખ કંદ; સિદ્ધતણા સાધર્મિક, સત્તાએ ગુણ વૃંદ.
પૂ. દેવચન્દ્રજી.
અત્યારે જ્ઞાન છે, પણ સંવેદન નથી. અત્યારે જ્ઞાન લઈએ છીએ તે આપવા માટે, પોતાના માટે નહિ. આવો ઉદ્દેશ હોવાથી જ આ લાગુ પડતું નથી.
આથી જ આ સિદ્ધાંતોને સાંભળવાના અધિકારી સમ્યગ્દષ્ટિ છે. આપણી મુશ્કેલી એ છે કે સીધા જ સાતમે (?) ગુણઠાણે આવી ગયા છીએ. અભિમાનનો પારો એકદમ ઊંચે ચડી ગયો. આથી જ સાધના મુશ્કેલ બની છે.
સમતા વિના કોઈ ધ્યાન લાગુ નહિ પડે. સામાયિક માટે ચઉવિસત્થો આદિ જોઈએ. આવી વાતો એટલે કરવી પડે છે કે તમે આ બધું ભૂલી ન જાવ.
જ્ઞાનજ્યોતિ વધે તેમ ગંભીરતા વધે. નહિ તો સમજવું : અજ્ઞાન જ વધ્યું છે. જેનાથી માન વધે તે જ્ઞાન કેમ કહેવાય ? આત્મ-સ્વભાવની રમણતા ન હોય કે રાગ-દ્વેષની મંદતા ન હોય તે જ્ઞાન કે દર્શન માનવા યશોવિજયજી તૈયાર નથી. માત્ર ત્યાં માહિતી હોય, જ્ઞાનની ભ્રમણા હોય, સાચું જ્ઞાન ન હોય.
આત્માની અનુભૂતિ થયા પછી કર્મનો ડર નથી રહેતો. ઓળખાયા પછી બકરાનો કે ભરવાડનો ભય નથી
સિંહત્વ
રહેતો.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
* ૧૨૭