Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એક વખત હરાભાઈએ પૂછેલું : “અનાહત દેવ” શું છે?
મેં તેના પર ચિંતન કરીને અનાહત પર લખ્યું. એ લેખ કાપરડા તીર્થના વિશેષાંકમાં છપાયો.
અનાહતદેવનું પૂજન લબ્ધિપૂજન પહેલાં છે. જે મંત્ર શક્તિ ધ્વન્યાત્મક બની તે પૂજનીય બની. અનાહત નાદ અનુભવ્યો હોય તેવા જ મુનિઓને લબ્ધિ પ્રગટે છે. અનાહત પુલ છે, જે અક્ષરમાંથી અનેક્ષરમાં લઈ જાય છે.
- કુંડલિની સાધવાની નથી, માત્ર જ્ઞાતાદૃષ્ટાભાવ તરીકે જોવાની છે. પ્રાણ દ્વારા જ્ઞાન શક્તિ આવે, ઉપયોગ ઉંચે જાય, ત્યારે ઊર્ધ્વગામી બને, પછી તે ચેતના નીચે આવે. આમ આરોહણ અવરોહણ થયા કરે.
ચાલતી વખતે ક્યારેક માઈલસ્ટોન આવવા છતાં ધ્યાન ન જાય તો કાંઈ મંઝિલ ન આવે એવું નહિ. એ જ રીતે આપણી સાધનામાં નાદ, બિંદુ, કલા વગેરે ન દેખાય તો ચિંતા નહિ કરતા, પ્રભુ પાસે એમને એમ પણ પહોંચી શકાય.
જે ઉપાય બહુવિધની રચના, જોગ માયા તે જાણો રે; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીયે પ્રભુ સારાણો રે.”
- પૂ. ઉપા. યશોવિજયજી. (૬) પરમજ્જા .
યોગશાસ્ત્રના પ્રથમ ત્રણ પ્રકાશમાં આચારો, ચોથામાં કષાય-ઈન્દ્રિય મનોજયના ઉપાયો પાંચમા પ્રકાશમાં પ્રાણાયામ પછી પ્રાણાયામની નિરર્થકતા બતાવી અન્ય ધ્યાનના ઉપાયો બતાવ્યા છે.
અભ્યાસ અત્યંત સિદ્ધ થઈ ગયા પછી પોતાની મેળે જ સમાધિ જાગૃત થાય છે.
૧૪ પૂર્વધરોને જે મહાપ્રાણાયામ - ધ્યાનમાં હોય છે તે પરમકલા છે. જે ભદ્રબાહુસ્વામીએ સિદ્ધ કરેલું.
આ કાળમાં કુંડલિનીના અનુભવો ચિદાનંદજીના પદોમાં જોવા મળે છે. તેમનું એક પદ જોઈએ :
સોહં સોહં સોહં સોહં સોહં સોહં રટના લગીરી. ઈંગલા પિંગલા સુષમના સાધકે, અરુણપતિથી પ્રેમ પગીરી...
૧૧૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪