Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
D
વિશુદ્ધિતો પ્રકર્ષ થતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય.
૧૨૨
આ. સુદ-૯ ૬-૧૦-૨૦૦૦, શુક્રવાર
બપોરે ૪.૦૦ વાગે.
પૂ. દેવચન્દ્રજીની ચોવીશી.
સ્તવન
3.
=
ભગવાન મોક્ષના કર્તા નથી તો ભગવાન પાસે મોક્ષની યાચના શા માટે ? ભગવાન ભલે મોક્ષના કર્તા ન હોય, પણ મોક્ષના પુષ્ટ નિમિત્ત જરૂર છે.
પૂ. દેવચન્દ્રજી પુષ્ટ કારણને જ કર્તા તરીકે માનીને સ્તવે છે. એમ તેમણે જ કહ્યું છે.
આપણે માત્ર આ ઉપચારથી માનીએ છીએ, એ જ તકલીફ છે. ઉપચાર નહિ, આ જ વાસ્તવિકતા છે.
ભૂખ લાગી. આપણે ભોજન (નિમિત્ત કારણ) કર્યું. આપણે ભોજનને ભૂલી જઈ જાતને પ્રધાનતા આપી દઈએ છીએ, પણ વિચારો ઃ
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪