Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લોકોત્તર છે. એ જ અહીં કરવાની છે.
શ્રેણિકના લોહીના એકેક બુંદમાં ભગવાન હતા. વીર... વીર... વીરનું રટણ હતું. આ લોકોત્તર પ્રીતિ છે.
મૈત્રી આદિ ચારથી દ્વેષનો જય થાય, પણ રાગનો જય કરવો હોય તો રાગ જ જોઈએ. કાંટાથી કાંટો નીકળે તેમ વીતરાગના રાગથી જ રાગ કાઢી શકાય.
રાગ બે પ્રકારે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત રાગ મુકિતનો માર્ગ છે. સરાગ સંયમથી દેવગતિનું આયુષ્ય બંધાય છે.
કામ-સ્નેહ-દષ્ટિ રાગ આ ત્રાણ ત્યાજય છે, પણ ભક્તિરાગ આદરણીય છે.
પ્રભુના રાગ વિના પ્રભુ સાથે સંબંધ થતો નથી. મૈત્રીનો બીજો પર્યાય છે : સ્નેહ પરિણામ. હું તો ત્યાં સુધી કહીશ : વીતરાગને પણ પ્રીતિ હોય.
પાવણી સૂત્રામાં ભગવાન ગૌતમસ્વામીના પ્રશ્ન જવાબમાં ભગવાને કહ્યું : “દંતા જોય' “દંત' સંમતિ સૂચક - અવ્યય છે.
સંમતિ-સૂચક પ્રીતિ ભગવાનને પણ હોય.
સામાચારી પ્રકરણ (ઉપા. યશોવિ. નું) માં તમે આ જોઈ શકો છો. આ પાઠ અમે ઉતારેલો છે. પણ નોટ અત્યારે હાજર નથી.
પ્રીતિ અનાદિથી આપણે કરીએ જ છીએ, પણ તે વિષભરી છે. વિશ્વભરી પ્રીતિ તોડવા પર-પદાર્થોની પ્રીતિ તોડવી પડશે. જે તોડે તે જ ભગવાન સાથે પ્રીતિ જોડી શકે.
મુનિ ભાગ્યેશ વિ. ઃ પહેલા જોડવી કે તોડવી ?
પૂજ્યશ્રી : દીક્ષા વખતે શું કર્યું ? બન્ને સાથે જ થયા ને? સંસાર છૂટ્યો ને સંયમ મળ્યું. બન્ને સાથે થયા. તેમ ભગવાન સાથે પ્રીતિ જોડાતાં જ સંસાર તરફ નિર્વેદ જાગે છે. બન્ને અન્યોન્ય અનુસૂત છે.
સાચી ભગવાનની ભક્તિ તે જ છે, જયાં સાંસારિક પદાર્થોની આશંસા નથી. આશંસા હોય ત્યાં સાચી ભક્તિ ન
*
ગ
મ
મ
મ મ
મ
મ
* ૧૧૩