Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શુદ્ધ ભાવ ભક્તિ : ભગવાન ક્ષાયિકભાવ યુક્ત છે, એવો ભાવ..
પ્રભુ ભલે અનંત છે. પ્રભુતા એક છે. એમાં લીન બનતાં તુલ્યતા પ્રગટે છે.
શુદ્ધ સ્વભાવમાં લીન બનેલી આપણી ચેતના પરમ રસાસ્વાદ મેળવે છે.
ભગવાન ભલે પૂર્ણ બન્યા, પણ પોતાની પૂર્ણતા આપણા આલંબન માટે રાખી ગયા છે.
ગુણથી પ્રભુ ત્રિભુવનવ્યાપી છે. ગુણરૂપે ભગવાન સર્વત્ર સર્વદા હાજર છે. વનસાનેન વિશ્વવ્યાપત્થાત્ |
પર્યાય એટલે અહીં કાર્યતા.
વૃદ્ધિ : દૂધમાં પાણી = પાણીની દૂધ રૂપે વૃદ્ધિ થાય, તેમ જીવની પ્રભુરૂપે વૃદ્ધિ થાય.
એકતા : દૂધમાં સાકર = દૂધ અને સાકરની મીઠાશ અલગ ન રહે, તેમ જીવ અને પ્રભુ અલગ ન રહે.
તુલ્યતા : સ્વાદ એક સમાન. આવી વિચારણાથી ચિત્ત ત્રિભુવન વ્યાપી બને છે.
ત્યાર પછી પ્રભુમાં પોતાને જોવા અને પોતાનામાં પ્રભુ જોવા.
જ મન હોય ને વિચારો ન હોય તો જીવાય નહિ ? નોકર વિના શેઠ ન જીવી શકે ?
ભગવાન કેવળજ્ઞાનથી જુએ છે, આપણે શ્રુતજ્ઞાનથી જોવાનું છે.
• પ્રભુ શુદ્ધરૂપે સર્વને જુએ છે. આપણે અન્યને દોષ નજરે જોઈએ છીએ.
- મારો આત્મા પણ અનંત પંચ પરમેષ્ઠી જેવો છે. એવા ભાવથી સંકોચ થાય છે. અનંત પરમેષ્ઠીઓનો સંકોચ એક સ્વ આત્મામાં થયો.
છે ઈન્દ્રિય અને મનને સીમા છે. આત્મા અસીમ છે.
- દિવ્યચક્ષુથી આત્માના દર્શન થાય છે. તેમ થતાં સમાધિ પ્રગટે છે.
૧૧૦
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
?