Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માવિન: પયાઃ ।
તત્ત્વાર્થ.
દ્રવ્યથી વૃદ્ધિ : પાંચ પરમેષ્ઠી દ્રવ્યથી વિશુદ્ધ અને નિર્મળ છે. ત્રણેય કાળના અરિહંત અનંત છે. અરિહંતના ધ્યાનથી દ્રવ્યની વૃદ્ધિ થઈને ? આપણું આત્મદ્રવ્ય અનંત આત્મદ્રવ્ય સાથે જોડાઈ જતાં વૃદ્ધિ થઈને ? એક દીવા સાથે બીજા અનેક દીવાઓ મળતાં પ્રકાશની વૃદ્ધિ થાય ને ? (૨) ગુણથી એકતા.
ભગવાનના ગુણો કેટલા ?
સર્વ દ્રવ્યપ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણું પ્રભુ કેવળજ્ઞાન કહાયજી.
-
-
-
· પૂ. દેવચન્દ્રજી. આપણા જ્ઞેયના પર્યાય તે પ્રભુના જ્ઞાનના પર્યાય છે. જગતના સર્વ પદાર્થો નાસ્તિરૂપે આપણામાં છે.
ભગવાનના કેવળજ્ઞાનની અવગાહના કેટલી ?
આવશ્યક નિર્યુક્તિ-ટીકામાં કેવલજ્ઞાનની અવગાહના લોકવ્યાપી બતાવી છે. આવા ચિંતનમાં પૂર્વોના પૂર્વી નીકળી
જાય.
અત્યારે પણ કેવળી સમુદ્દાત કરે છે. અત્યારે પણ આપણો આત્મા કેવળીથી ભરાય જ છે. દર છ મહિને કેવળી સર્વ જીવોને મળવા આવે જ. છતાં આપણે જાગતા નથી જ. જાણે કે દર છ મહિને વિશ્વનું શુદ્ધીકરણ કરવા તેઓશ્રી પધારે છે.
संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः ।
યોગસાર.
ભગવાન સંખ્યાથી અનેક છે, પણ ગુણથી એક છે. આપણા ગુણો પ્રભુમાં ભળ્યા તે એકતા થઈ ગઈ. પર્યાયથી તુલ્યતા :
ભગવાનનો અને આપણો પર્યાય આમ ભિન્ન છે. પ્રશસ્ત ભાવ ભક્તિ : ભગવાન અષ્ટપ્રાતિહાર્ય યુક્ત છે, એવો ભાવ.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
-
** ૧૦૯